________________ 130 (3) સર વોટર પ્લેટ ફરગ્યુસને લખ્યું છે કે 65 વર્ષની ઉંમરે તેના વર્ગમાં ભાષણ આપતાં લકવો થઈ આવ્યો. તેમની સારવાર માટે તેમના મિત્ર રસાયણશાસ્ત્રી ડે. બ્લેકને બોલાવ્યા. તેમણે શાકાહારી થવાની ભલામણ કરી. તે શાકાહારી થયા, તેથી તેમના અવયવો સારા થઈ ગયા. તેથી તેઓ નીરોગી તથા કૌવતવાન શરીર સાથે 30 વર્ષ વધારે જીવન જીવ્યા. (4) ડે. મિથ કહે છે કે ઈરાનને અપ્રસિદ્ધ જંગલી સ્થાનમાંથી ઘણું જ સત્તાવાળું ને ભવ્ય રાજ્ય બનાવ્યું તે સેરસ બાદશાહ નાનપણથી જ સાદામાં સાદો વનસ્પતિને ખોરાક ખાતા. તેના સિપાઈઓ રોટલી-ભાજીપાલા-તેલ સાથે નિર્વાહ કરતા, છતાં ટુંક સમયમાં હજારો માઈલની કૂચ કરવાને શક્તિમાન હતા. ઘણું લડાઈઓમાં વિજેતા બન્યો. સામા પક્ષે બમણી ફોજ હોય તે પણ તે ડરતા નહિ. (5) ડો. હેગ કહે છે કે ખરેખર પાચનશક્તિના, કલેજાના અને પિત્ત વધવા તથા માથું દુખવાની સાથેનાં બીજાં દરદો લેહમાં માંસાહારથી વૃદ્ધિ પામેલ યુરિક એસિડના કારણે છે. | (6) છે. હેમ લખે છે કે માંસ ખાનારા અને ચાહ પીનારામાં જખમને લઈને જે ભય-પછાડ–ધક્કો તથા તેનાં વધારે બીજાં અનિષ્ટ પરિણામ આવે છે, તેના કરતાં સરખામણમાં ઘણાં શેડાં જ પરિણામો માંસ અને ચાહથી પરહેજ રાખનારાઓમાં આવે છે. માંસાહારી વધારે પીડાને ભોગ બને છે, તેમજ શારીરિક ખુવારી સાથે, દવાના ઉપચાર કરવા જતાં પૈસે પણ ખુવાર થાય છે. (7) અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કુલના ડો. એ. વાચમેન અને ડે. ડી. એસ. બર્નસ્ટીન લેન્સેટ 1668. ભાગ 1 તથા 658 પૃષ્ઠ પર તેની પિતાની મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધના પરિણામ વિશે લખે છે, માંસ ભક્ષણથી હાડકાં કમજોર બને છે.