________________ 171 દિવસ અને ઉનાળામાં એક માસ સુધી અચિત્ત રહે છે, અને. તે પછી સચિત્ત થાય. મીઠાં માટે શ્રી ભગવતી સૂત્રના ૧૯માં શતકના 3 ઉદેશમાં ફરમાવ્યું છે કે “ચક્રવતીની દાસી. વામયી શીલા ઉપર વજના લટિયાથી મીઠું એકવીસ વાર વાટે તે પણ તેમાંના કેટલાક જીવોને કાંઈ પણ અસર થતી નથી.” મીઠાં અગે રાખવાની જાગૃતિ: જમતી વખતે. મીઠું લેવું પડે તો પાકા મીઠાને ઉપયોગ રાખ તથા. તળેલા પૌવા, મમરા, ચેવડે, ખરખરિયા, તળેલી ગવાર, સીંગ વગેરે ઉપર પાકું મીઠું ભભરાવેલું હોય તે સચિત્તના ત્યાગીને ખપી શકે. બરાબર ગરમ ન હોય ત્યારે કાચું મીઠું ભભરાવેલું અચિત્ત બનતું નથી. માટે તેવા કાચું મીઠું ભભરાવેલાં બજારું ફરસાણ, કચુંબર–કાકડી, ચવાણું. મરચાં વગેરેને ત્યાગ કરવો જરૂરી છે. દહીંવડા-કચુંબર–કાકડી–મરચાં વગેરેમાં ભભરાવેલ. કાચા મીઠાના કણિયા જે હોય છે તે સચિત્ત હોય છે. મીઠું બરાબર ગરમ કે એકરસ થયા વિના અચિત્ત બનતું નથી, માટે ઉપગ રાખવો. 14 : રાત્રિભેજન અભ સૂર્યના અસ્ત થયા પછી બીજે દિવસે સૂર્યને ઉદય થાય ત્યાં સુધી 4 પ્રહરની રાત્રિ ગણવામાં આવે છે. તેમાં જે ભૂજન કરવું તેને રાત્રિભૂજન કહેવામાં આવે છે.