________________ રેન્જ થઈ તે બેઠે થયા. પૂર્વે જેવી નિરોગી કાયા હતી તેવી જ બની ગઈ. આ વાત સમસ્ત નગરમાં વીજળીવેગે પ્રસરી અને રોગથી પીડાતા અનેક લોકો ત્યાં આવી ચડ્યા. આ બધાય લકે ઉપર પરોપકારી કેશવે પિતાના હસ્તથી સ્પર્શાયેલું જળ છાંટયું અને સૌને રોગમુક્ત કર્યા. માતાપિતાના આનંદનો અવધિ ન રહ્યો. નગરની જનતા પણ - હર્ષના હિલોળે ચઢી. સર્વત્ર કેશવને જયજયકાર થયો અને ધર્મનો મહિમા ફેલાયો. અનેક લોકોએ રાત્રિભેજનના ત્યાગની પ્રતિજ્ઞા અંગીકાર કરી. ધર્મને પ્રત્યક્ષ પ્રભાવ જોતાં જનતા ધર્મના માર્ગે વળી. રાજા કેશવ પિતાનાં સગાં-સ્નેહીઓને અને માતાપિતાને પોતાની રાજધાની સાકેતપુર નગરમાં લાવ્યો. આવા ધમી રાજાના રાજ્યમાં પ્રજા આનંદપ્રમેદ કરવા લાગી, રાજ્યસમૃદ્ધિ અને સાહ્યબી તે ધર્મના પ્રભાવે આપમેળે ચરણોમાં આળોટે છે, તેવું સૌને ભાન થયું. રાજા કેશવે અગણિત આત્માઓને ધર્મના માર્ગે ચઢાવી કલ્યાણરાજ્ય કેવું સુંદર હોય એનો સીને ખ્યાલ આપ્યો. ચિરકાળ સુધી રાજઋદ્ધિને ભેગવી. શ્રાવકનાં વ્રતો ગ્રહણ કરી કેશવ યશસ્વી, ઉજજવળ, ધર્મમય જીવન જીવી સ્વર્ગલોકમાં સિધાવ્યો. રાત્રિભેજનના ત્યાગની આ અસરકારક કથા આપણને રાત્રિભોજનના ત્યાગની સત્ પ્રેરણા આપે છે. ત્યાગનું માહાતમ્ય દર્શાવે છે, અને સાથે સાથે રાત્રિ- .