________________ 278 છે તે રુધિર એટલે લેહી પીવા બરાબર છે અને ભોજન કરવું તે માંસભક્ષણ કરવા બરાબર છે. (4) સ્વજન-સગા-સ્નેહી વગેરેનું મૃત્યુ થતાં માણસને સૂતક લાગે છે, ત્યારે દિવસને નાથ સૂર્ય અસ્ત થાય ત્યારે ભોજન કેમ કરી શકાય? એટલે કે રાત્રિભોજન. સર્વથા વર્ષ છે. (5) મદિરા, માંસ, રાત્રિભોજન તથા કંદમૂળનું ભક્ષણ કરનારની ગતિ સારી થતી નથી. (6) રાત્રિએ ભોજન કરવું તે પાપ–ભજન છે; તેને ત્યાગ કરવો એ ધર્મ છે. (7) ચગશાસ્ત્રમાં સૂર્યોદય પછી બે ઘડી, અને સૂર્યાસ્ત પહેલાં બે ઘડીએ ખાન-પાન તજવામાં પુણ્ય કહેલ છે. (8) રાત્રિભોજન કરવાથી મનુષ્યો ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, સાબર, ભુંડ, સર્પ, વીંછી અને ગોધા. વગેરે તિર્યચપણે ઉત્પન્ન થાય છે. મહાપુરુષ સઝાયમાં કહે છે કે - રાત્રિભોજનમાં દેષ ઘણું રે, શે કહીએ વિસ્તાર, કેવલી કહેતા પાર ન આવે, પૂરવ કેડી મઝાર રે, પ્રાણી! રાત્રિભેજન મત કરે છે. | (9) જે પુણ્યાત્માએ રાત્રિભોજનને ત્યાગ કરે છે તે મહાનુભાવોને એક મહિનામાં પંદર ઉપવાસનું ફળ મળે છે. જિંદગીભર ત્યાગ કરે તે અડધી જિંદગીના * કે