________________ * 27 કરે છે, ધમને કે ગજબ પ્રભાવ છે! એમ બન્યું હતું કે રાત્રે મિષ્ટાન્ન તૈયાર કરતાં અંધારામાં ખબર ન પડી. ખાંડણીમાં સાપને કણે હવે તે કુટાઈ ગયે. સપના બચ્ચાના ટુકડે ટુકડા થઈ ગયા. એ ઝેર મિષ્ટાન્ન સાથે ભળી ગયું અને સવાર થતાં સૌએ એ નજરે નિહાળ્યું. બધાને ભારે આશ્ચર્ય થયું. આ શું ! સારું થયું. પટુના રાત્રિભોજનના ત્યાગે આપણે બધાએ ખાધું નહિ. બધાયના પ્રાણ બચ્ચા, ધર્મ પર દઢ આસ્થા થઈ, વડીલ ભાઈના નિયમની સૌ પ્રશંસા કરવા લાગ્યા. તે જ વખતે સૌએ પણ રાત્રિભેજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. ૫ટુ વગેરેએ મુનિશ્રી પાસે જૈન ધર્મની શ્રદ્ધા સાથે મૂળ બાર વ્રત અંગીકાર કર્યા. સૌ શ્રાવકધર્મની આરાધના કરવા લાગ્યાં, અને અંતે કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થયાં અને કાળે કરીને મુક્તિપદને પામશે. રાત્રિભોજન મહાપાપ છે તે સંબંધમાં શાસ્ત્ર પ્રમાણેક (1) નરકના ચાર દરવાજા પ્રથમ રાત્રિભોજન, બીજે પરસ્ત્રીગમન, ત્રીજે બેળ અથાણું અને ચોથો દરવાજો અનંતકાય-કંદમૂળનું ભક્ષણ છે. * (2) મહાભારતમાં કહ્યું છે કે :- જેઓ માંસ, મદિરા, રાત્રિભોજન અને કંદમૂળ યાને અનંતકાયનું ભક્ષણ કરે છે, તેઓના આચરેલા તપ-જ૫ વૃથા થાય છે, મતલબ કે નિષ્ફળ બને છે. (3) માકડ પુરાણમાં માકડેથ મહષિ જણાવે છે કે દિવસને નાથ સૂર્ય અસ્ત થયા પછી જેઓ પાણી પીવે . 1