________________ * 206 સાધુ–મહાત્મા વરસાદના કારણે પટુની ઝુંપડી પાસે આવીને ઊભા. ૫ટુ મુનિશ્રીને જોઈને ખુશી ખુશી થાય છે. ઝુંપડીમાં અંદર લઈ જઈ હાથ જોડે છે. મુનિશ્રીએ ધર્મના ઉપદેશમાં વિશેષ કરી રાત્રિભોજન ન કરવાની પ્રેરણું કરી. - રાત્રિભૂજન કરવાથી અનેક અનર્થ અને અનેક જીની હિંસા થાય છે, માટે તેને અવશ્ય ત્યાગ કરવો. પટુ લઘુકમી હતે, ધમની રુચિ હતી. મુનિશ્રીના ઉપદેશની સુંદર અસર થઈ અને તત્કાળ તેણે જીવનભર માટે રાત્રિભેજનને ત્યાગ કર્યો. મુનિશ્રી વરસાદ બંધ થતાં ઉપાશ્રયે પધાર્યા અને પાટુ પોતાને ઘેર ગયો. - ત્યારબાદ બનાવ એ બન્યું કે એ જ દિવસે પર્વ દિવસ હોઈ ખુશી મનાવવાની ખાતર મિષ્ટાન્ન તૈયાર કરવામાં આવ્યું હતું. સૌ રાત્રે ભેજન કરવા બેસવા લાગ્યાં. પણ પટએ ના પાડી કે મારે રાત્રિભેજન ન કરવાને નિયમ છે. ભાઈઓને પરસ્પર પ્રેમભાવ હતે. એક ભાઈને છોડીને બીજા ભાઈઓ શી રીતે જમવા બેસે ! એટલે કેઈએ રાત્રે ભોજન ન કર્યું. જ્યારે ભાઈએ ન જમે ત્યારે તેમની પત્નીઓ પણ કેવી રીતે જમે! એ પણ જમતી નથી. એકના ત્યાગે 6-6 આત્માને પણ કુદરતી રાત્રિભોજનના ત્યાગને લાભ મળ્યો. સૌએ રાત્રિભોજન ન કર્યું અને જો કર્યું હોત તે બધાના પ્રાણ ચાલ્યા જાત ! ધમની પ્રતિજ્ઞા શું કામ