________________ 219 (24) મૂળા -દેશી અને પરદેશી ધોળા અને રાતા બંને અનંતકાય છે. મૂળાના કંદ તથા ડાંડલી, ફૂલ, પત્ર તેના. મોગરા અને દાણા એ બધાય અશક્ય ગણાય છે. આથી મૂળાનાં પાંચે અંગે ત્યાગ કરવાનાં છે. પાન, ડાલી. મોગરા ન વપરાય. (રપ) ભૂમિફાડા - વર્ષાઋતુમાં છત્રને આકારે ઉગતા. ભિલાશના ટોપ. (26) વિરૂઢ :- કઠોળમાંથી નીકળતા અંકુર, જ્યારે ચણ-મગ. વગેરેને દાળ કરવા માટે પલાળવામાં આવે છે ત્યારે તે. વધુ વખત પાણીમાં રહેતાં સફેદ અંકુરાઓ નીકળે છે.. જેથી તે અનંતકાય બની જાય છે. ફણગાવાળા સર્વે કઠોળ અભક્ષ્ય જાણવા. રાત્રિના કઠોળ પલાળતાં અંકુરા. ફૂટે છે માટે ઉપયોગ રાખો. (27) હક્ક વિત્થલાની ભાજી :- જેનું શાક કરાય છે. ઊગતી. વખતે અનંતકાય છે. (28) શુકરવલી - એક જાતની વેલ, જંગલમાં થાય છે. (29) પલંક :- પાલકની ભાજી.. (30) કુણી આંબલી - જેમાં ઠળિયા-બીજ ન થયા હેય. તેવા કુણી આંબલીના કાતરા અનંતકાય છે. (31) આલુ :- બટાટા, રતાળુ કંદ કહેવાય છે. (32) પિંડાળુ :- ડુંગળી નામે પ્રસિદ્ધ છે. આ બત્રીશે પ્રકારના અનંતકાયમાં કણે કણે અનંતા છો હેય. છે, જેને સંપૂર્ણ ત્યાગ કરવાથી અનંતા છને અભયદાન આપવાને મહાન લાભ મળે છે. જ્યારે તેનું ભોજન કરવાથી અશાતા વેદનીય નરકાયુ વગેરે પાપપ્રકૃતિને બંધ પડતાં અનેક પ્રકારની વેદનાઓ. વેઠવી પડે છે. વર્તમાનમાં જડતા, તામસી પ્રકૃતિ બને છે.”