________________ 279 ઉપવાસનું ફળ મળે છે. રાત્રિભોજનના ત્યાગમાં દાણું ગુણે છે. . (10) લોકમાં પણ એ ન્યાય છે કે વ્યાજની બોલી કર્યા વગર મૂકેલી થાપણનું વ્યાજ મળતું નથી, તેમાં રાત્રિભેજનના ત્યાગની પ્રતિજ્ઞા વિના લાભ મળતો નથી. પછી ભલે રાત્રે ન ખાતા હોઈએ. (11) કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મ જણાવે છે કે, જે માણસ દિવસને મૂકીને રાત્રિના ભજન કરે છે તે મનુષ્ય માણેકને ત્યાગ કરીને કાચ ગ્રહણ કરે છે. દિવસ વિદ્યમાન હોવા છતાં જેઓ સુખની ઈચ્છાએ રાત્રિભૂજન કરે છે, તે મીઠા પાણીના ક્યારા ભરેલા હવા. છતાં પણ ખારી જમીનવાળા ક્ષેત્રમાં ડાંગર વાવવા જેવું કરે છે, અર્થાત્ તે મૂર્ખાઈભર્યું કાર્ય કરે છે. (12) જે ભજનમાં અનેક ત્રસ જીવો એકઠા મળ્યા છે, તેવા રાત્રિભૂજન કરનારા મૂઢ જીવોને નિશાચર રાક્ષસેથી જુદા કેમ પાડી શકાય ? . (13) રાત્રિના સમયે નિરંકુશપણે વિચરતાં ભૂત–પ્રેતપિશાચાદિ પૃથ્વી ઉપર સ્વેચ્છાએ ફરતાં હોવાથી રાત્રે ખાનારને છળે છે, ઉપદ્રવ કરે છે, વ્યંતર–વ્યંતરી અન્ન પર કુદૃષ્ટિ કરે છે, જેથી વળગાડની પીડા થવા પામે છે. (14) રાત્રિના સમયે ભોજન કરવું અનર્થકારી છે. (15) જનન્યાયના રત્નાકરાવતારિકા નામના ગ્રંથમાં જણાવ્યું છે કે- “મૈનેન કિમેનનં ર મીની... . . . 14