________________ 202 ઉપચારાર્થે એક વિષનિવારક વૈદ્યને બોલાવ્યા. વિષયને અમે પૂછ્યું, કે આ ઝેર કેઈપણ પ્રયોગ દ્વારા દૂર થશે. કે કેમ ? ત્યારે તેણે અમુક વારે અમુક તિથિએ અને અમુક નક્ષત્રમાં જે ઝેર ચડયું હોય તે તે ઊતરી જાય છે અને અમુક વારે અમુક તિથિએ અમુક નક્ષત્રમાં જે. ઝેર ચડયું હોય તે તે ઊતરતું નથી. એની લાંબી વિગત સમજાવી અને વૈદ્યરાજે જણાવ્યું કે હંસને સર્પ નથી કર પણ સપનું ઝેર તેના ઉદરમાં પડયું છે. માટે આ વાત વિચારણીય છે. “મેં વૈદ્યરાજને પૂછયું, ત્યારે હસ કેઈપણ ઉપાયે બચે તેમ છે કે નહી ? ત્યારે વૈદ્યો મંત્રનું આહવાન કરીને કહ્યું કે કેઈ ઉપાય આમા તત્કાલ કારગત નહી નીવડે સર્પનું ઝેર ધીમે ધીમે એના શરીરમાં વ્યાપ્ત થશે એક માસની અંદર આ બાળકની કાયા ગળી જશે અને કઈ રામબાણ ઉપાય નહીં મળે તે તે મૃત્યુ પામે સિધાવશે. વિદ્યનાં વચનો શ્રવણ કરતાં અમારા હોશકોશ. ઊડી ગયા. હું હંસને એક શય્યામાં સૂવડાવી પાંચ દિવસ સુધી જેતે રહ્યો કે શું બનાવ બને છે. પાંચ દિવસ પછી જોયું તે હંસના શરીરમાં કાણું–કાણું પડી ગયાં હતાં. સાચે જ અમે તારા ગયા પછી સૌ કફોડી સ્થિતિમાં મુકાયાં. તારી શોધમાં ઘરથી બહાર નીકળી નદીનાળાં ઉલ્લેથી અટવીને પસાર કરતે હું આ નગરમાં આવી ચઢો. પુણ્યોગે તારો અહીં મને મેળાપ થયો. ઘેરથી નીકળ્યાં આજે મને એક માસ થવાની તૈયારીમાં છે.. વૈદ્યના કહેવા મુજબ હવે હંસ બહુ આવશે નહિ.”