________________ 200 ટેક રાખવી નથી, કસોટીમાંથી પસાર થવું નથી. નિયમો પાળવા નથી અને તત્કાળ ધન, સુખ અને સમૃદ્ધિની વાંછા અને આકાંક્ષા રાખીએ તે ધુમાડાના બાચકા ભરવા જેવું છે. કેશવના રાજ્યાભિષેક બાદ ત્યાંના રાજાએ ગુરૂમહારાજની પાસે પ્રવજ્યા અંગીકાર કરી. ધમી રાજાના મંગળ આગમનથી પ્રજામાં અનેરો આનંદ વર્તાય. રાજા કેશવ પ્રતિદિન પ્રભુની પૂજા-અર્ચા કરવા લાગ્યા. દીનદુઃખીને દેખી તેમના હૃદયમાં દયા-કરુણાની છોળો ઉછળતી હતી. અનુકંપા દાનથી તેમના દ્વારા દીનજને માટે ખુલ્લાં હતાં. આવા એક પુણ્યશાળી રાજાના પુણ્યથી આકર્ષાઈ સીમાડાના રાજાઓ પણ તેમની આણ માનવા લાગ્યા. રાજા કેશવ ન્યાયનીતિથી રાજ્યનું પાલન કરતા, પ્રજા આનંદવિભોર બની ગઈ. એકદા રાજા કેશવ રાજમહેલના ઝરૂખામાં બેઠા બેઠા નગરની શેભા નિહાળી રહ્યા હતા. રાજા કેશવને પિતાના પિતાની સ્મૃતિ થતાં પિતાનાં દર્શન કરવાની ઉત્કંઠા થઈ. સજ્જન પુરુષો ક્યારેય પણ સજજનતાને ત્યાગ કરતા નથી. પિતાએ બહાર કાઢી મૂકયે છે, છતાં તે વાતને યાદ ન કરતાં પિતાનાં દર્શનની અભિલાષા એ કેટલી ઉત્તમતા સૂચવે છે! વર્તમાનકાળ તરફ જરા આપણે દષ્ટિપાત કરીએ તે આજને છોકરો શું શું અજુગતું ન કરે !