________________ છે. અનેક રોગોથી મારું શરીર ક્ષીણ થવા આવ્યું છે. એટલે આત્મકલ્યાણની મારી ભાવના છે. પણ મારે પુત્ર નથી. અપુત્ર એવો હું તેને રાજગાદી આપુ ? આ વિચાર કરી રાત્રે હું સૂતો હતો ત્યારે સ્વપ્નમાં એક દિવ્ય પુરુષે આવીને મને કહ્યું કે આવતીકાલે પ્રભાતે દૂર દેશાંતરથી એક વ્યક્તિ તારા ગુરુમહારાજ પાસે આવશે. તે મહાન ભાગ્યશાળી છે. તેને તું રાજગાદી આપજે જેથી તારા સર્વ મનોરથ પૂર્ણ થશે. આ સ્વપ્ન આવ્યા પછી તરત જ હું જાગી ઊઠે. પ્રભાતનાં સર્વ કર્મથી હું નિવૃત્ત થઈ આપની પાસે આ ત્યાં આ મહાન પુરુષ મારા જેવામાં આવ્યા.” તે વખતે ગુરૂ મહારાજે કેશવના રાત્રિભેજનના ત્યાગની સર્વ હકીકત કહી સંભળળાવી ત્યારે મહારાજાએ કહ્યું, ગુરુદેવ સ્વપ્નમાં આવી કહી જનાર એ દિવ્ય પુરૂષ કેણ હશે?” મહારાજાના પ્રશ્નના ઉત્તરમાં અતિશય જ્ઞાની ગુરૂમહારાજે જણાવ્યું, રાજન્ ! આ કેશવની પરીક્ષા કરનાર વહિન નામનો યક્ષ છે. એ જ યક્ષે તમને સ્વપ્ન આપ્યું છે. ત્યારબાદ રાજા કેશવની સાથે રાજમહેલમાં પધાર્યા અને ભારે ધામધૂમથી કેશવનો રાજ્યાભિષેક કર્યો. કેશવ વણિક પુત્ર મટી એક મહાન રાજા બન્યો. ધર્મનો મહિમા અપરંપાર છે. ધર્મના પ્રભાવે સુખ, સમૃદ્ધિ અને દેવતાઈ સુખે આપમેળે આવી મળે છે. પણ આપણે તો માળા ગણવી શરૂ કરીએ અને આકાશમાં ઊંચું જોઈએ કે સોનામહોરો જ્યારે વરસે ! આપણે તે