________________ 197 ઘેાડી જ વારમાં ચક્ષે પિતાની માયાથી પ્રભાતને સમય વિકુળે એટલે કે એવું જ લાગે કે સવાર થઈ છે. યક્ષ બેલ્યો, “અરે કેશવ ઊઠે ! ઊઠ ! સવાર થઈ ગઈ છે.” કેશવે જોયું તે આકાશમાં સૂર્ય દેખાતે હતે. ચોમેર અજવાળું પથરાઈ ગયું હતું. કેશવ ઘડીક તો વિચારમાં પડી ગયો. તેણે વિચાર્યું, હજી હમણાં હું સૂઈ ગયો છું અને ઘડીક વારમાં શું રાત પૂરી થઈ ગઈ? એમ બને નહીં. આ બધી ચક્ષની માયા છે. હજી તો મારી આંખમાં ઊંઘ છે અને મારા શ્વાસમાં સુંગધ નથી. આ પ્રમાણે કેશવ વિચાર કરી રહ્યો હતો, ત્યાં પેલે યક્ષ બોલી ઊઠયો. અરે કેશવ! હવે ધિઠ્ઠાઈ છોડી દે અને ઝટ પારણું કર !" કેશવે કહ્યું : “યક્ષરાજ ! એમ હું ઠગાઉં તે નથી. મને વિશ્વાસ છે કે હજી રાત્રિ છે, આ અજવાળું એ તે તમારી માયાજાળ છે.” જ્યારે આટઆટલી કપરી કસોટી કરવા છતાંય કેશવ ડિગ્યો નહિ ત્યારે યક્ષ પ્રસન્ન થયા અને કેશવના મસ્તક પર પુષ્પની વૃષ્ટિ કરી અને આકાશમાં જય જય શબ્દ ગુંજી ઊઠ. હવે નથી યક્ષ, યક્ષમંદિર કે પેલા ભક્તજનો. કેશવ કળી ગયે નિરો યક્ષે મારી કસેટી કરી છે. તે જ ક્ષણે દેવ પ્રત્યક્ષ થયો અને કેશવના ગુણગાન કરવા લાગ્યો કે ખરેખર જગતમાં તમે મહાપુણ્યવાન અને દીર્યવાન શિરોમણિ પુરુષ છે. સાચે જ તમારા જેવા પુણ્યાત્માઓથી આ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. મહારાજાએ પોતાની સભામાં રાત્રિભેજનના