________________ કેશવ જ્યારે મનમાં આ પ્રમાણે વિચારી રહ્યો હતો ત્યારે યક્ષે મુનિને મારવા માટે મુદગર ઉપાડયું અને તે બેલી ઊઠયો : “અલ્યા કેશવ! બાલ, ભજન કરે છે કે નહિ ! નહિતર તારા ગુરુના કકડે કકડા કરી નાખું છું, કેશવે તરત જવાબ આપ્યો, અરે યક્ષ! આ મારા ગુરુ તારા જેવાથી ઠગાય નહીં. પોતે ઢીલા થાય નહી અને બીજાને ઢીલા કરે નહીં. મારા ગુરુ તે ભલભલાથી ગાંજ્યા જાય તેવા નથી. આ તો તારી માયાજાળ છે. કેશવે જ્યારે કહ્યું કે આ મારા ગુરુ નથી ત્યારે એ નકલી બનાવટી માયાવી ગુરુએ કહ્યું : “કેશવ! તારો ગુરુ છું, મને બચાવ, નહિતર આ યક્ષ મને કચડી નાખશે.” અને તરત જ યક્ષે તો મગરથી મુનિની ખાપરીના ચૂરેચૂરા કરી નાખ્યા અને મુનિના પ્રાણ ચાલ્યા ગયા. છતાંયે કેશવ તે પિતાની પ્રતિજ્ઞામાં અવિચળ દઢ રહ્યો. યક્ષે કહ્યું : “અલ્યા સમાજ ! સમજ ! જે તું ભજન કરે તે હું તારા મરેલા ગુરુને સજીવન કરું ! અને તેને અડધું રાજ આપું અને જે નહિ માને તે આ મુદ્દગરથી તારા પ્રાણ લઈશ.” કાયર અને બાયલાઓ આવા કપરા પ્રસંગે હિંમત હારી જાય, પણ ધર્યધારી કેશવ તે હસતા મુખે યક્ષને કહેવા લાગ્યો : “અરે યક્ષ ! અમારા ગુરુ આવા હોય જ નહિ, એ બાબતની મને પૂરી ખાતરી છે. તું તારા સ્થાને ચાલ્યો જા. કેઈ પણ ભેગે હું નિયમને ભંગ કરીશ. નહીં, બલકે મારા પ્રાણુના ભેગે પણ પ્રતિજ્ઞાનું પાલન