________________ 193 અરે, ભાઈ! અમારે તારી વાત સાંભળવી નથી, અમે તે આખી રાત અતિથીની શોધ કરી પણ અતિથી મળ્યા નહિ. માટે અમારા ઉપર અનુગ્રહ કરીને અમને લાભ આપ. એમ બેલતાની સાથે જ સી કેશવના ચરણમાં ઝુકી પડ્યા, તે પણ કેશવ એકને બે થયો નહીં. એ પોતાના વ્રતમાં અડગ રહ્યો. એટલામાં સૌને ભારે આશ્ચર્ય થાય તે બનાવ બન્ય અને તે એ કે યક્ષની મૂર્તિમાંથી એકદમ એક પુરુષ પ્રગટ થયો, તેના હાથમાં મુદગર હતું. અત્યંત વિકરાળ એનાં નેત્રો હતાં અને તોછડાઈથી આક્રોશપૂર્વક એ કેશવને કહેવા લાગે, “અરે, દુષ્ટાત્મા ! તું કે દયાવિહીન છે? ધર્મના મર્મને પણ જાણતા નથી. મારા ધર્મને તે દૂષિત કર્યો છે અને મારા ભક્તોની તું અવગણના કરે છે. ભેજન કરે છે કે નહીં ! નહિતર હમણું ને હમણાં તારા મસ્તકના ટુકડે ટુકડા કરી નાખું છું. કેશવ માટે આ કપરી કસેટીની પળ હતી. ભલભલા માણસે આવા પ્રસંગે ઢીલા પચા બની જાય અને “લ્યો, ભેજન કરું છું. અરે ભાઈ સાહેબ મારશે નહી” એમ કહીં દે. પણ ધૈર્યવાન આત્માઓ હિંમત હાર્યા વગર, પ્રાણની પરવા ર્યા વગર પ્રતિજ્ઞાનું અડગ પાલન કરે છે. તે વખતે જરા હસીને કેશવે યક્ષને કહ્યું કે “યક્ષ ! તું મને ક્ષોભ પમાડવા માટે અહીં આવ્યો છે. પણ યાદ રાખ, મને મરણને ભય નથી. મરણને ભય તે અધમ અને પાપી આમાઓને હોય છે, કે પાપ કરીને અમારી શી ગતિ થશે? હું તે ધર્મના માટે પ્રાણ ન્યોછાવર કરું છું એટલે મારૂં મરણ પણ મહત્સવરૂપ થશે અને પરલેકમાં પણ સદગતિને ભાગી બનીશ?” આ 13 . . . .