________________ પિતાનાં આદેશભર્યા વચને સાંભળતાં જ તક્ષણ, ધૈર્ય ધારણ કરી કેશવ ઘરમાંથી બહાર નીકળી ગયા. હંસ. પણ તેની પાછળ જવા લાગ્યું. તે વખતે તેના પિતાએ એકદમ હંસને પકડી લીધું અને મીઠા શબ્દોથી તેને વશ કર્યો અને પિતાના કહેવાથી તે વખતે હંસે રાત્રે ભજન કર્યું. કેશવે ઘરની બહાર નીકળી સાતમા દિવસે ભયંકર અટવીમાં પ્રવેશ કર્યો. કેશવને આજે સાતમે ઉપવાસ હતો. જ્યારે રાત પડી ત્યારે તેણે ઘણું યાત્રાળુઓથી ભરપૂર એક યક્ષનું મંદિર જોયું. ત્યાં કેટલાક યાત્રાળુઓ રાઈ તૈયાર કરી રહ્યા હતા. આ બધા યાત્રાળુઓએ કેશવને જે, અને કહ્યું: “હે મુસાફર! પધારે, અમારું સ્થાન પાવન કરો. ભેજનને લાભ આપે અને અમને પુણ્યના ભાગી બનાવે. અમારા માટે તે આજનો દિવસ ખરેખર સુર્વણને ભાણ ઉગવા બરાબર છે. ધન્ય ઘડી અને ધન્ય દિવસ ! કેશવે કહ્યું: “મહાનુભાવો ! રાત્રિભોજન કરવું એ મહાપાપ છે. માટે હું ભજન કરીશ નહિ. ઉપવાસમાં રાત્રે પારણું હોય જ નહીં. તે ખરો ઉપવાસ ન ગણાય. ઉપવાસના અર્થને પણ તમે સમજતા નથી. ધર્મશાસ્ત્રોનું ફરમાન છે કે આઠ પ્રહર ભેજનનો ત્યાગ કરવો તેને ઉપવાસ કહેવાય છે. ધર્મ અને શાસ્ત્રના વિરુદ્ધ જેઓ તપ કરે છે, તેઓ પરમગતિ મેક્ષથી વંચિત રહે છે. કેશવનાં દૃઢતાભર્યા વચને સાંભળી યાત્રાળુઓ બોલ્યા