________________ 100 બીજી વાત એ છે કે પંડિત પુરુષે રાત્રિના પહેલા અર્ધ પહેરને પ્રદોષ કહે છે, અને પાછલા અર્ધ પહોરને પ્રત્યુષ કહે છે, માટે આ સમયે જમવામાં બાધ નથી. તમને નિશાભેજનને દોષ નહિ લાગે, અને માતા-પિતાની આજ્ઞાનું પાલન થશે, અને તમારો નિયમ પણ સચવાશે માટે વત્સ ! વિલંબ ન કરે, જલદી ભજન કરે.” આ સાંભળીને ભૂખથી વધુ વિહુવલ બનેલો હંસ કેશવની સામે જોવા લાગ્યા. પોતાના મોટાભાઈ હંસને ઢીલો અને કાયર જોઈને કેશવે પિતાને કહ્યું: “પિતાજી! આપને જે ઈષ્ટ, સુખકારક અને અકૂતુળ હોય એ હું કરવા તૈયાર છું, પણ જે વસ્તુ પાપરૂપ હોય તે તમને સુખદાયક શી રીતે થાય ? વળી તમે રાત્રિના પ્રથમ અર્ધપ્રહરને પ્રદોષ અને અંત્ય અર્ધપ્રહરને પ્રત્યુષ કહી રાત્રિને દોષ ન લાગે તેમ જણાવ્યું પણ તે બરાબર નથી. તત્ત્વથી તે સૂર્યાસ્ત પહેલાંની બે ઘડી પણ વર્જવી જોઈએ. તેથી બુદ્ધિમાન માનોએ તે વખતે ભેજનનો ત્યાગ કરવો જોઈએ અને અત્યારે તે રાત્રિ જ છે, જેથી હું કેવી રીતે ભેજન કરી શકું? મારી પ્રતિજ્ઞાને ભંગ થાય. માટે આપ મને વારંવાર રાત્રે ભજન કરવાને આગ્રહ ન કરશે. આ પ્રમાણે કેશવનાં વચને કાને પડતાં તેના પિતા ચશોધર ભારે આવેશમાં આવી ગયા અને ન કહેવા જેવા શબ્દો કહ્યા : “અરે દુર્વિનીત ! મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે - છે ? નીકળ ઘરની બહાર ! તારું મેટું મને ન બતાવીશ.”