________________ 194 કેશવનાં વચને સાંભળતાં જ યક્ષ ખિજાય અને પિતાના સેવકોને–ભક્તોને તેણે જણાવ્યું કે “જાવ, આ કંઈ એમ નહીં માને. એના ગુરૂને પકડીને અહીંયા લાવે. આની નજર સમક્ષ જ હું એના ગુરુના ટુકડે ટુકડા કરી નાખીશ. કારણ કે કેશવને આ માગે એણે દોર્યો છે, માટે એની ખબર લઈ નાખું. યક્ષની આજ્ઞા થતાં જ સેવકે દોડી ગયા અને ધર્મઘેષ નામના મુનિવરને કેશપાશ પકડીને ચક્ષની સામે હાજર કર્યા. તે વખતે યક્ષે તેછડાઈથી મુનિશ્રીને કહ્યું : “અરે મુનિ ! આ તારા શિષ્ય કેશવને સમજાવ અને હમણાં જમાડ, નહિતર હમણું ને હમણું તારા કકડે કકડા કરી નાખીશ.” આ સાંભળીને શ્રી ધર્મશેષ ગુરુએ કેશવને કહ્યું, “કેશવ ! દેવ-ગુરુ અને સંઘને માટે અકૃત્ય પણ કરવું પડે. માટે તારે કશોય વિચાર કરવાની જરૂર નથી. હમણું તું ભજન કરી લે, નહિતર આ યક્ષ મને કચડી નાખશે, મારા પ્રાણ લેશે. માટે મારા રક્ષણની ખાતર પણ તું ભજન કર !" કેશવ તે તત્ત્વજ્ઞ હતું. કેશવ એમ કંઈ યક્ષની માયામાં ફસાય તેવો ન હતો. એને તો દઢ વિશ્વાસ હતો, કે મારા ગુરુ શ્રી ધર્મઘેષ મહારાજ કદી પણ આવાં વચને ઉચ્ચારે જ નહિ. આ બધી યક્ષની માયા લાગે છે. મારા ગુરુ તે યથાર્થવાદી અને મહા ધૈર્ય સંપન્ન છે. એ કંઈ મૃત્યુથી ડરે નહિ, મને તે દઢ નિશ્ચય છે કે આ મારા ગુરુ નથી પણ આ તે યક્ષની માયાજાળ લાગે છે.