________________ 196 કરીશ. મરેલાને જીવતા કરવાની જે તારામાં તાકાત હોય તે તારા સેવકેને, તારા ભક્તોને અને તારા પૂર્વજોને સજીવન કર. મિથ્યા બકવાસ ન કર. તારામાં રાજપાટ આપવાની તાકાત હોય તે આ તારા સેવકોને કેમ રાજ આપતું નથી ! વારંવાર તું મને મૃત્યુને ડર બતાવે છે, પણ મેતથી ડરનાર એ જુદા. જેનું આયુષ્ય બળવાન છે. એને મારવાની કેઈની તાકાત નથી. “ધમ રક્ષતિ ક્ષતાઃ” રક્ષણ કરાયેલો ધર્મ મારું રક્ષણ કરનાર છે.” કેશવને આ અડગ, નીડર અને પ્રતિજ્ઞાપાલનમાં દઢ જઈને યક્ષ કેશવના ઉપર ખૂબ પ્રસન્ન થયે. યક્ષે કેશવને આલિંગન કર્યું અને કેશવની દૃઢતાનાં ખૂબ વખાણ કર્યા. યક્ષે કહ્યું, “કેશવ! સાચી વાત છે, આ તારા ગુરુ નથી. મરેલાને જીવાડવાની મારી તાકાત નથી. હું કેઈને રાજ્ય વગેરે પણ આપી શકતો નથી.” આ પ્રમાણે જ્યારે યક્ષ છે ત્યારે મુનિના વેશમાં જમીન પર પડેલું મડદું આકાશમાગે પલાયન થઈ ગયું. કેશવને સાત દિવસના ઉપવાસ થવા છતાં અને યક્ષના ઘોર ઉપસર્ગ છતાં તે જરાય ન ડગે, ત્યારે યક્ષે કહ્યું “તુ આરામ-વિશ્રામ કર અને પ્રાત:કાળે આ બધાની સાથે પારણું કરજે.” આમ કહેતાંની સાથે તે યક્ષે તરત જ તે સ્થળે પોતાની માયાથી એક શય્યા તયાર કરી અને તેને બતાવી, જેમાં કેશવ નિરાંતે સૂઈ ગયો અને ભક્તજને. તેને પગ દબાવવા લાગ્યા. તે ખૂબ થાકી ગયા હોવાથી તત્કાળ નિંદ્રાધીન થયે.