________________ 198 ત્યાગની તમારી અડગ પ્રતિજ્ઞાના વખાણ કર્યા હતાં. તમારા દૌર્યનું અપૂર્વ વર્ણન કર્યું હતું, એ વાતને હું નહોતે માનતે. ઈંદ્રની વાતને અસત્ય ઠરાવવા અને તમને પ્રતિજ્ઞાથી ચલાયમાન કરવા હું અહીં આવ્યું હતું પણ તમે જરાયે ડગ્યા નથી અને પ્રતિજ્ઞામાં અવિચળ રહ્યા છે. ધન્ય છે તમને ! મારો અપરાધ ક્ષમા કરે! હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. માગે ! જે માગો તે આપવા હું તૈયાર છું. જો કે મહાન પુરૂષને કશી જ ઈચ્છા હતી નથી, પણ તમારા પૈર્ય અને શૌર્યથી આકર્ષાયેલો એ હું તમારા પરની મારી ભક્તિથી તમને વરદાન આપું છું કે, આજથી કોઈ પણ રોગીને તમારાં પવિત્ર હસ્તથી જળ લગાડશે તે તેને રોગ દૂર થઈ જશે, અને તમે મનમાં જે ઈચ્છા કરશે તે તત્કાળ પૂરી થશે.” આ પ્રમાણે યક્ષે કેશવને વરદાન આપ્યું અને તે જ વખતે યક્ષ કેશવને સાકેતપુર નગરની બહાર મૂકીને અદશ્ય થઈ ગયો. કેશવે પણ પિતાને કેઈ નગરની બહાર જે. સૂર્યોદય થયા પછી નિત્યકમથી પરવારી તેણે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં નગરના મધ્યભાગમાં તેણે એક આચાર્ય મહારાજને નગરજનોને પ્રતિબંધ કરતા નિહાળ્યા, કેશવને ગુરુદર્શનથી ખૂબ આનંદ થયો. ગુરુ મહારાજને વંદના કરી તેમની સન્મુખ તે બેસી ગયે. દેશના સમાપ્ત થયા બાદ નગરના ધનંજય રાજાએ ગુવને વિજ્ઞપ્તિ કરી, “ગુરુદેવ! મારી ઈચ્છા વ્રતે લેવાની