________________ - 178 આ સૂર્યને પ્રકાશ આપણા આરોગ્યને પણ નવજીવન બક્ષે છે. તંદુરસ્ત સ્વાચ્ય બક્ષે છે. આયુર્વેદમાં નાભિને કમળ સાથે સરખાવેલ છે. જઠર સૂર્યના પ્રકાશથી વિકસે છે. સૂર્યાસ્ત બાદ જઠરની તાકાત દિવસના પ્રમાણમાં મંદ પડી જાય છે. અને મંદ જઠરમાં જે આવે તે એમેં રાખે તે પેટની તકલીફ કે કબજિયાતની બૂમ ન પડે તે બીજાં શું પડે ? અયોગ્ય આહાર અનેક વિકારોનું મૂળ છે. તેથી સાત્વિક અને પૌષ્ટિક આહાર લે જેટલું જરૂરી છે તેટલો જ આહાર સમયસર લે જરૂરી છે. કલાકે કલાકે કેસરિયાં દૂધ પીવાથી કઈ દારાસિંગ ન બની જાય. એ માટે તે આહારના નિયમ પાળવા જ રહ્યા. એમાં એક નિયમ છે રાત્રિએ ભજનને ત્યાગ કર. રાત આરામ માટે છે. બીજા દિવસ માટે નવી સ્કૃતિથી જીવવા માટે, વિરામ કરવા માટે છે. દિવસે જેટલી સ્કૂતિથી માનવી કામ કરે છે તેટલી જ તિથી માનવી રીતે કામ નથી કરી શકતે. અપવાદ હશે, પણ અપવાદ સર્વ સામાન્ય નિયમ ન બની શકે. રાતે ખાવાથી પેટ ભારે લાગે છે. એ ખાધું હોય તે પણ, અરે ! એક ગ્લાસ ભરીને દૂધ પીધું હોય તે પણ આ ભારે પેટના કારણે બેચેની થાય છે. બેચેની દૂર કરવા માનવી વ્યર્થ રખડવા નીકળે છે અને કશા ઉદ્દેશ્ય વિનાનું શહેરમાં રખડવાનું પરિણામ શું આવે?