________________ 183 પશુ-પક્ષીઓને જેવાથી માલુમ પડે છે કે સવારના પૂરેપૂરી ભૂખ લાગે છે, અને તે વખતે પૂરો ખારાક લે છે. આનુ એક દઢ કારણ એ છે કે જે સૂર્ય સાથે વધુ સંબંધ રાખે છે, 4 દિવસના બે હિસ્સા છે. એક પ્રેરક અને બીજે Zaubles (Animating and Tranqillising) yalgat અને ઉત્તરાર્ધના સૂર્ય સાથે ચડતો—ઊતરતે ક્રમ રહે છે. સારી સૃષ્ટિને ક્રિયાશીલ બનવા માટે ચડતો ક્રમ ઉત્સાહિત કરે છે. પ્રત્યેક વૃક્ષ અને છોડવાઓ ઉપર પ્રાતઃકાલીન સૂર્યને પ્રભાવ પડે છે. જે વૃક્ષ પર તડકે નથી પડતો તેમાં ફળ આવતાં નથી અથવા બહુ જ અ૯૫ આવે છે. પરંતુ જ્યાં તડકે બરાબર પડે છે ત્યાં ફળ વિશેષ જોવા મળે છે. તે જ રીતે મનુષ્ય માટે સૂર્યને પ્રભાવ ઓછો નથી. પ્રાતઃકાળે ખુલ્લી હવામાં ફરવાથી મન અને તન પ્રકુલિત બને અને સૂર્યનાં કિરણે પડવાથી વિશેષ તાજગી અનુભવવા મળે છે. બપોરના સૂર્ય આથમવા તરફ ઢળતો જાય છે, તે બીજો હિસ્સો ગણાય છે, આમાં સ્કૃતિ અને શક્તિ ઓછી લાગે છે, સૂર્ય અસ્ત થતાં સૌને વિશ્રામ અને ઊંઘ લેવાની જરૂર પડે છે. જ્યારે પ્રાત:કાળ થતાં શરીરમાં વિશેષ સંસ્કૃતિને અનુભવ તથા શરીરનાં બધાં કાર્યો તેજીથી વેગથી થાય છે.