________________ 188 અને પ્રકાશ પાથર્યો. મુખ્યત્વે મહારાજશ્રીએ રાત્રિભજનના ત્યાગને ઉપદેશ આપ્યો હતે. રાત્રિભેજન આલેકમાં અને પરલોકમાં પણ અનેક દોષ ઉત્પન્ન કરે છે. અનેક જીવોની હિંસાના ભાગીદાર બનવું પડે છે, માટે સુજ્ઞજનેએ રાત્રિભેજનને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. | મુનિશ્રીની હૃદયવેધક વાણી બંનેના હૃદયમાં સેંસરી ઊતરી ગઈ અને બંને ભાઈઓએ તે જ સમયે રાત્રિભજનના ત્યાગની ગુરુની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી. ગુરુ મહારાજને ભાવભર્યા વંદન કરીને બંને ભાઈઓ ત્યાંથી પિતાના નિવાસસ્થાને આવી પહોંચ્યા. મધ્યાહ્ન સમયે ભેજનાદિથી નિવૃત્ત થઈ તેઓ દુકાને ગયા. ઘડી દિવસ જ્યારે બાકી રહે ત્યારે બંને ભાઈ ઓ પોતાની પ્રતિજ્ઞાના પાલન માટે જમવા ઘેર આવ્યા. માતાને કહ્યું : માતાજી! અમને જમવા આપો માતાએ જવાબ વાળ્યો, પુત્રે થોડી ધીરજ અને શાંતિ રાખો. રાઈ હજી તૈયાર નથી. તૈયાર થયે હું તમને બેલાવીશ.” માતાની વાત સાંબળી પુત્રોએ જણાવ્યું કે માતાજી! અમારે રાત્રિભેજનને ત્યાગ છે. માટે જે તૈયાર હોય તે આપે, જેથી અમારા નિયમને બાધ ન આવે.” આ વાત તેના પિતા યશોધરે સાંભળી અને સાંભળતાં જ તેને ક્રોધ ચડયો. પિતાએ વિચાર્યું : “જરૂર કેઈ ધૂતે મારા પુત્રોને ઠગ્યા લાગે છે. શી જરૂર છે. રાત્રિભોજનના ત્યાગની ! અમારા કુળમાં તે વર્ષો જુને