________________ 197 ધર્મમાં રાત્રિભોજનને ત્યાગ કરવાનું કહ્યું છે. તેથી તેના પ્રત્યે ઉપહાસ કરવાની જરૂર નથી. આજના વિજ્ઞાનીઓએ જ નહિ, આજના વિદેશી કવિઓએ પણ રાત્રિભેજન ત્યાગ ની હિમાયત કરી છે. એક ઈટાલિયન કવિની એક કવિતાને સાર આ પ્રમાણે છે. પ્રાતઃ “પાંચ વાગે ઉઠવું અને નવ વાગે જમવું, પાંચ વાગે વાળુ અને નવ વાગે સૂવું.” આવા જીવનકમથી નેવું ને નવ વરસનું જીવન જિવાય છે. એક છે હીલિંગ બાય વેટર’ નામના પોતાના પુસ્તકમાં ટી. હાર્ટલી હેનેસીએ પણ સૂર્યાસ્ત પહેલાં ભજન કરી લેવાની દઢ હિમાયત કરી છે. સર્વજ્ઞ ભગવાનના આ આદેશને આજના વૈજ્ઞાનિકોનું પણ ભારે સમર્થન મળ્યું છે. આથી રાત્રિભેજન ત્યાગની વાતને માત્ર ધાર્મિક ગણું તેને સામાન્ય માની લેવાની જરૂર નથી. આ ત્યાગની પાછળ પ્રાકૃતિક અને આરોગ્ય વિજ્ઞાનનું બળ છે. તમે કમળને ખીલતું અને બિડાતું જોયું હશે. એ ખીલે છે સૂર્યના પ્રકાશથી, અને બિડાય છે એ પ્રકાશના અસ્તથી. સૂર્યની ગરમી જેટલી જ ગરમીવાળા બબના પ્રકાશથી તમે કમળને ખીલવી નહિ શકે. એ ખીલશે સૂર્યના પ્રકાશથી જ. કુદરતની શક્તિ અસાધારણ છે. આ. 12