________________ (8) ચાર કાર્યો નરકમાં લઈ જનાર છે. (1) રાત્રિ ભજન (2) પરસ્ત્રીગમન, (3) સંધાન બેળ અથાણું, (4) અનંતકાય–કંદમૂળનું ભક્ષણ છે. (9) અજ્ઞાની પંખીઓ પણ રાત્રિભોજન કરતાં નથી પણ વિશ્રામ કરે છે. જ્યારે માનવે તે અભયાદિના પાપને અનંતા દુઃખનું મૂળ સમજીને રાત્રિભોજનને ત્યાગ કરવાને છે. (10) દિવસ છતાં અંધારી જગ્યામાં, કે સાંકડા મુખવાળા ભાજનમાં ભેજન કરવાથી રાત્રિભેજન જેવો દોષ લાગે છે. માટે અજવાળામાં અને જીવજંતુ દેખી શકાય તેવા ભાજનને ઉપગ રાખ જોઈએ. 25. રાત્રિભોજનને ત્યાગ શા માટે? (કુમારપાળ વિ. શાહ-મિનિપાક્ષિકઃ 15-1-76) મેં મારા ફેમિલી ડોકટરને એક દિવસ પૂછયું : ઓકટર સાહેબ! તમારે ત્યાં મોટા ભાગના કયા પ્રકારના દરદીઓ આવે છે? ડો–બધા જ પ્રકારના દરદીઓ આવે છે. શ્રીમંત દરદીઓ પણ આવે છે અને ગરીબ દરદી પણ. મેં સ્પષ્ટતા કરી, ડે. દર્દીઓના આર્થિક ભેદ મારે નથી જાણવા. મારે જાણવું છે કે બધા દરદીઓની સામાન્ય ફરિયાદ શું હોય છે?