________________ ડે. મારે ત્યાં રાજના સરેરાશ 150 થી 200 દરદીઓ આવે છે. આમાંથી 85 ટકાની ફરિયાદ પેટ દુઃખવાની, બેચેની લાગવાની, કબજિયાતની, અનિંદ્રાની, જડથુસ્તતાની વગેરે મુખ્ય હેય છે. આનું મુખ્ય કારણ શું હશે ?" મેં પૂછયું. અને ડોકટરે જે જવાબ આપ્યો તેનાથી મને ભગવાન મહાવીરદેવે રાત્રિભોજન–ત્યાગ વિષે આજથી અઢી હજાર વર્ષ પહેલાં કહ્યું હતું તેમાં મને વધુ શ્રદ્ધા થઈ ભગવાને કહ્યું હતું - “ચઉāિહે વિ આહારે, રાઈયણ-વજશું.' અન્ન-પાન-ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારનું રાત્રે સેવન ન કરવું. અર્થાત્ રાત્રિભેજનને ત્યાગ કરે. ખરેખર ! આ ત્યાગ દુષ્કર છે પણ શક્ય નથી. એથી શું રાત્રિભેજનને ત્યાગ ન કરે? તે તે. જીવનમાં શું દુષ્કર નથી ? આજે તે અસહ્ય મેઘવારીમાં જીવવું પણ દુષ્કર છે. તેથી શું આપણે જીવવાનું બંધ. કરી દઈશું ?, હજી સુધી કેઈએ એવું કર્યું હોય તેવું જાણમાં નથી. તે પછી દુષ્કર રાત્રિભેજન-ત્યાગને શા માટે સરળ અને સાહજિક બનાવવાનો પ્રયત્ન ન કરે ? એ. પ્રયત્ન કરે તે ખુદ આપણું જ હિતમાં છે. એ કેવી. રીતે તે વિચારતાં પહેલાં આ વિષયની આ એક બાજુ પહેલાં જોઈએ.