________________ 173 દો રહેલા છે, એટલે તેની ગણના અભયમાં કરવામાં આવી છે, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંત એગ-. શાસ્ત્રમાં જણાવે છે કે - (1) રાત્રિના સમયે નિરંકુશપણે. વિચરતાં પ્રેત-પિશાચ આદિ વ્યંતર દેવ-દેવી અન્નને એઠું કરે છે, માટે સૂર્યાસ્ત પછી ભેજન કરવું નહિ. (આવા અદશ્ય દેવથી ઉચ્છિષ્ટ કે નજર લાગેલા ભેજનથી કેટલાકને. વળગાડથી પીડાવું પડે છે) (2) ઘોર અંધકારથી નેત્રની શક્તિ રૂંધાઈ જવાના. કારણે ભેજનની અંદર પડતાં જંતુઓને જોઈ શકાતાં નથી, તેથી રાત્રિને વિષે કયો સુજ્ઞ ભેજન કરે ? (3) રાતે નાનાં જંતુઓ જોઈ શકાતાં નથી, તેથી. પ્રાશુક એવાં આહાર-પાણ પણ કરવાં નહિ, કેવલી ભગ– વતેએ એવા આહાર–પાણીને સ્પષ્ટ નિષેધ કરેલ છે. (4) જે ભેજનમાં અનેક જીવો એકઠા મળ્યા છે. તેવા રાત્રિભેજનને કરનારા મૂઢ જીવને રાક્ષસોથી જુદા કેમ પાડી શકાય ? અર્થાત્ તેઓ એક પ્રકારના નિશાચર છે. (5) દિવસે અને રાતે જે મનુષ્ય ખાતો જ રહે છે. તે શિંગડા અને પૂંછડા વિનાને પશુ નથી શું? (6) રાત્રિભૂજન કરનાર મનુષ્યને ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, સાબર, ભૂંડ, સર્પ, વીછી અને ઘ વગેરે તિર્યંચ રૂપે ઉત્પન્ન થવું પડે છે. વધુ પરિણામ બગડે તે. નરકગતિ સુલભ બને છે. (7) જે મનુષ્ય દિવસની આદિની અને અંતની બે. ઘડીએ મૂકીને ભેજન કરે છે, તે પુણ્યનું ભાજન થાય છે..