________________ ખ્યાલ કરીએ તે કેટલા બધા પૈસાની નુકસાનમાં ઉતરવું - પડે છે અને પિતાને કેટલી પીડા સહન કરવી પડે છે. તમાકુ-બીડીના બળાપા માટે કેટલાક વિદેશી વિદ્વાને સુદ્ધાં વિરુદ્ધ મત આપે છે. તેનાં અવતરણે જુઓ - (1) દેશ–સ્થિતિ વિષેની સરકારી હકીકત સંગ્રહ ઉપરથી જણાય છે કે દરરોજના બારકને માટે જેટલો પૈસે વપરાય છે, તેના કરતાં વધારે તમાકુને માટે ખર્ચાય છે. (2) તમાકુ મનુષ્યને જિંદગીની કોઈપણ સ્થિતિમાં હિતાવહ નથી. | (3) જેઓનું શારીરિક પરિપકવાણું હજી ખેલ્યું નથી તેઓને, નાનાં યુવા બાળકોને તમાકુ અતિશય નુકસાનકર્તા છે, એમ ડોકટરો એકી અવાજે કબૂલ કરે છે. (4) તમાકુથી આંખ ઉપર અસર થાય છે. (5) તમાકુના વ્યસનથી માણસની શ્રવણે દ્રિય બહેર મારી જાય છે અને હદયના ધબકારામાં તથા હૃદયને ઘણું માઠી અસર કરે છે. (6) તમાકુ પીવાના અગર ચાવવાના વ્યસનવાળો માણસ સહજમાં ગભરાઈ જાય છે અને નજીવી બાબતમાં ચિડાઈ જાય છે. (7) સર્જન ડેકટરો પિતાના અનુભવ ઉપરથી જણાવે છે કે જેઓને તમાકુનું વ્યસન હોય છે, તેમાં વાઢકાપ (શસ્ત્રક્રિયા) કરતી વખતે માનસિક હિમતની બહુ ન્યુનતા જોવામાં આવે છે અને તેઓ બેહદ બીકણ હોય છે.