________________ 163 (8) તમાકુથી દાંત બગડી જાય છે. શ્વાસ દુધ મારે છે, બાદી થાય છે, ચકરી આવે છે, યાદશક્તિ મંદ થઈ જાય છે, કલેજામાં દરદ થાય છે અને ચહેરો ફિક્કો પડી જાય છે. (9) સીગારેટ પીવાના વ્યસનથી, ફેફસામાં ધુમાડે લઇ જવાથી અને ત્યાર પછી નસકેરાં વાટે બહાર કાઢવાથી ઘણું જ નુકસાન થાય છે. બીડીસીગારેટ પીવાથી શરીરમાં ગરમી વધી જાય છે અને તેની પીડાથી શરીર સુકાય છે, ન તણુય છે અને જ્ઞાનતંતુઓ નબળા પડી જાય છે, જેથી બીડી પીનારની અક્કલ તથા વિચારશક્તિ મંદ થઈ જાય છે. સ્વભાવ ચીડિયો થઈ જાય છે. મુખને દેખાવ ફિક અને કરમાયેલો પીળો પડી જાય છે. બીડી પીનારના લોહીમાં એઈટ નામનું એક પ્રકારનું ઝેર પેદા થાય છે તેથી શરીરને બાંધો નબળો થઈ જાય છે, ઉધરસ અને ક્ષય રોગને તે વધારે છે. આંતરડામાં બળતરા કરે છે. આંખના તેજમાં ભારે ઘટાડો કરે છે. આપણું આ ભૂમિ સ્વાભાવિક ગરમ છે તેમજ તેના હવા-પાણી ગરમ હોવાથી અને બીડીમાં પણ સ્વાભાવિક ગરમી હોવાથી આપણા લોકોને તે કદી પચ્ય થાય નહિ.. તે આયુષ્યને ઘટાડો કરે છે અને ગરમીને લીધે વીર્યને બાળી મૂકે છે, તેથી સંતાનહીન કરે છે. - બીડી પીતાં ઘન થાય છે અને તેથી આળસ અને ઊંઘ વધારે આવે છે. પૈસાની અને લુગડાંની હાનિ તે