________________ બીડી પીનારને પ્રત્યક્ષ માલુમ પડે છે એટલું જ નહિ પણ તેનાં ગાદલાં-ગોદડાં પણ બળેલાં માલુમ પડે છે. - કચ્છ બાંડીઆમાં એક અઢાર વરસના યુવકે રાત્રીએ સૂતાં સૂતાં બીડી સળગાવી. તાનમાં ને તાનમાં સળગતી. દીવાસળી તેની સ્ત્રીની નાયલેનની સાડીને અડતાં સળગી. શરીર સખત દાઝવાથી બે-ત્રણ દિવસમાં તે મરણ પામી અને તે અગ્નિને ઠારવા જતાં પિતાને પણ બે માસની બળતરા ભેગવવી પડી.. સજજનો ! બીડી કરતાં પણ તમાકુ, ચરસ, ગજે, અફીણ, એલ. એસ. ડી. વગેરે નશાવાળાં દ્રવ્ય ઘણું નુકસાન કરે છે. તેથી તેનું વધારે સ્પષ્ટીકરણ કરવાની. જરૂર છે. અફીણના જેવી તમાકુ પણ ઝેરી ચીજ છે, કે જેનો ઉપયોગ કરતાં તેનું ઝેર માણસની રગેરગમાં પેસી જાય છે. માણસમાં ગમે તેવી તાકાત હોય પણ જ્યારથી. તમાકુની તલપ પર તરાપ મારતાં શીખે છે, ત્યારથી તેનામાં દુર્બળતાની છાયા પ્રવેશ કરતી જાય છે. આ વ્યસન બહુધા દેખાદેખીથી માણસમાં દાખલ થાય છે. યા તો આળસ વધી જતાં “નવરા બેઠા નખેદ વાળે એ કહેવત પ્રમાણે પણ ઘૂસી જાય છે. તેને રંગ જામ્યા. પછી માણસને ભૂતની જેમ બાઝી પડે છે. ઝેરને પોતાના હાથમાં લઈ રાજી થઈ તેને રંગ ઉડાવ એના જેવી બીજી કઈ મૂર્ખાઈ હોઈ શકે? જ્યારે વ્યસનીને કડ અનુભવ થાય છે ત્યારે તે એમના રામ રમી જાય છે, બીડી-સિગારેટ-તમાકુ-ચરસ