________________ 161 જલદી દૂર થતી નથી, એટલે પરવશ થવું પડે છે. સ્વભાવમાં ફેરફાર થાય છે. ડીડીટી, કે ગેમેક્ષીને પાવડર, ઝેરી રસાયણ– વાળાં પ્રવાહી દ્રવ્યો ફલીટ, ટિક-ટવેન્ટી, ડાલ્ફ વગેરે સ્વ–પર ઉભયને ગંભીર નુકસાન કરનારાં છે. દયાના પરિણામને ઘાત કરનારાં છે, માટે વિવેકી આત્માએ પિતાને આત્માની જેમ બીજાં જીવોની એટલી જ રક્ષાને ભાવ સાચવવા તેનો ત્યાગ કરવો જરૂરી છે. ડી.ડી.ટી.ના છંટકાવને ફૂવારો અનાજની ગુણીઓ ઉપર પડતાં તેની ઝેરી અસરથી મરઘાં ઉછેર કેન્દ્રમાં 250 ઉપરાંત મરઘાં મૃત્યુ પામ્યાં હતાં. તેની તપાસમાં ડી.ડી. ટી. છાંટતાં અનાજમાં ભળી જવાથી આવું ભયંકર પરિણામ આવ્યું હતું એમ જાહેર થયેલ. આજે ખેતરમાં જંતુનાશક ઝેરી દ્રવ્ય છાંટનારા ઘણું બેભાન અને મૃત્યુ પામ્યાના દાખલા બન્યા છે. કેરી દ્રવ્યોથી ઉંદરો–કૂતરા વગેરેને મારવા જતાં તેવા ખાદ્ય પદાર્થથી ખેડુતોના ઢાર વગેરે મરણના ભંગ બન્યાં છે.. માટે વિષવાળાં રાસાયણિક દ્રવ્યોથી કેઈની હિંસા ન. થાય તેને પૂરેપૂરો ઉપગ રાખવો જરૂરી છે. દયાને નાશ કરવાથી પ્રજા કે દેશ કેઈદિ સુખી બનતા નથી. 24. ખતરનાક વ્યસનથી ચેતે તંદુરસ્તી બગડવા અંગે વિસ–ડેના વિચારો વિલ્સ–ડે નામને અમેરિકન વિદ્વાન વિદ્યાર્થીઓની શારીરિક સ્થિતિ બગાડવાના સંબંધમાં જણાવે છે કે -