________________ 150 વ્યસનીને અવસરે અફીણ ન મળે તે ચેતના મૂંઝાય, ક્રોધ–મિજાજ વધે છે. વળી તે વસ્તુ ખાનારાઓ જ્યાં મળ-મૂત્ર કરે, તે ક્ષેત્રમાં ત્રણ-સ્થાવર ઓની હિંસા -થાય છે. વિષ ખાઈને આપઘાત કરવાથી પરભવે નરકાદિ હલકી ગતિ પ્રાપ્ત થાય છે. વિષને વ્યસનમાં કે આપઘાત કરવામાં વાપરવું નહિ. તેમ તેને વ્યાપાર પણ કર નહિ . | સર્વજ્ઞ પ્રભુએ પંદર કર્માદાન તજવામાં વિષ-વ્યાપાર નિષેધે છે. તેના વ્યાપારથી અનેક અનર્થ નીપજે છે. અને આત્મા કર્મના ભારથી ભારે થાય છે. સેમલ ખાવાની ટેવ પાડનારને હંમેશ પુષ્કળ રાક લેવો પડે છે તેથી આરોગ્યને નુકસાન થાય છે તથા વિષયવાસના કાબૂમાં રહેતી નથી. ' # અફીણું : અફીણ ખાવાથી બુદ્ધિ ઓછી થાય છે, મગજમાં ખુલ્કી વધે છે, બલમાં ન્યુનતા આવે છે, સુસ્તી પેદા થાય છે, મુખ પર પ્રકાશ ઘટી જાય છે, માંસ સુકાય છે, ચામડી પર જલદી કરચલીઓ પડી જાય છે અને વીર્ય એછું થાય છે. વળી અફીણ ખાનારને રાતે મોડે સુધી ઊંઘ આવતી નથી અને સવારમાં મેડે સુધી પથારીમાં પડયા રહેવું પડે છે. તથા શૌચમાં ઘણે જ વખત જાય છે, કારણ કે અફીણ ભારે કબજિયાતને પેિદા કરનારું છે. અફીણ ખાવાની ટેવ પાડયાં પછી તે