________________ : 153 અનેક ઉપદ્રવ થાય છે. પાણીને વધુ ઠંડું કરવા બરફ પાણીમાં નાખવામાં આવે છે. અાથી મંદાકિનનો રોગ * લાગુ પડે છે. ખાધેલું અન્ન બરાબર પાચન થતું નથી અને અજીર્ણ થાય છે. અજીર્ણમાંથી બીજા અનેક રેગે જન્મ પામે છે. બરફનો ઉપગ કેરીના રસમાં, શીખંડ વગેરેમાં કરતાં તેને પણ અભક્ષ્ય બનાવે છે. 23. અભક્ષ્ય આઈસક્રીમથી બચે (નિર્દેશક : શ્રી કાન્તિભાઈ ભટઃ જન્મભૂમિઃ 15-5-73) આઈસક્રીમની ઉત્પત્તિ બરફ અને મીઠાના વેગથી સંચામાં યંત્રથી કે હાથથી બરણીને ઘુમાવીને બનાવવામાં આવે છે. જેથી અસંખ્ય બરફ-પાણીના જી, તથા અસંખ્ય મીઠાના નાશ પામે છે. ત્યારે દૂધ વગેરે રસાયણે જામતાં આઈસક્રીમ બને છે. આમ અભક્ષ્ય * બરફને તથા મીઠાને ઉપયોગ કરાયેલો હાઈ જીવનનિર્વાહ માટે બિનજરૂરી, તથા રોગોપાદક હાઈ આઈસક્રીમ અભક્ષ્ય છે. આઈસક્રીમની બરણી સાફ ન હોય તે વાસી દૂધના અંદર અનેક બેક્ટેરિયાના રસ જતુઓ ઉત્પન્ન થયેલા હોય છે. તેની સાથે નવું દૂધ પડવાથી બીજા અનેક ત્રસ - જંતુઓ ઉદ્દભવે છે. આ કારણે ત્રસ–જંતુઓને નાશ થતો હાઈ આઈસક્રીમ અભક્ષ્ય ગણાય.