________________ પર બરફની હિંસાને લક્ષ્યમાં રાખીને જ્ઞાની પુરુષોએ બરફહિમ-કરાને અભય બતાવી ત્યાગ કરવાનું કહ્યું છે. આજે શહેરમાં અને ગામડાઓમાં પણ બરફની લારીઓ ફરતી થઈ ગઈ છે. બરફના ગેળા, આઈટને શરબત-કુલ્ફી-આઈસક્રીમ બનાવી વેચે છે, જે બાળકો હોંશે હોંશે ખાય છે. તેનાથી ગળાનાં દર્દો, કાકડાને સેજે, શરદીતાવ-ખાંસી વગેરે રોગ થાય છે, અને શરીરની શક્તિ ક્ષીણ થાય છે. આમ બરફ આરોગ્યને હાનિપ્રદ છે. બરફની જેમ દૂધ વગેરે જામે છે તે રીતે વધુ પડતા બરફથી શરીરમાં લોહી પણ થીજે છે, અને તે થીજેલું લેહી હદયમાંથી પસાર થાય ત્યારે તેને નબળું પાડે છે, અને તેમાંથી હાર્ટએટેક થતાં વાર લાગતી નથી. વધુ પડતા તાવને ઉતારવા માટે નવસાર–પાણીનાં પિતાં મૂકવામાં આવે છે, તેથી નુકસાન થતું નથી. શરીરને દાહ થતો મટાડવા બરફ જે કામ કરતો નથી તે ચંદન–સુખડ કે બરાસનું વિલેપન કામ કરે છે. દાહથી થયેલ તૃષા છુપાવવા માટે ખડસલિયા પિત્તપાપડાનું સાકરનું પાણી, બદામ અથવા સુખડ સહિત પાણી પીવાથી તૃષા છીપે છે. તે બરફના પાણીથી શાંત થતી નથી. પાકા કેળાં ગળે બાંધવાથી પણ ઠંડક વળે છે. આજના સુપ્રસિદ્ધ ડોકટરો બરફ વિષે લખે છે કે :–બરફે આ દેશમાં જેટલું નુકસાન કર્યું છે તેટલું બીજાએ ભાગ્યે જ કર્યું હશે. અતિ શીત વસ્તુથી શેષ; મદ, મૂછ ઊલટી, ભ્રમ, તૃષા અને અરેચક એવા