________________ દઈએ તે નિર્દેવતાની સામે તે હંમેશાં કકળી ઉઠશે. તેમને સામને કરશે. છતાં આપણે સમજી લેવું જોઈએ કે જેઓ ઘાતકીપણુ માટે જવાબદાર છે તેઓ આપણને પાગલ ગણશે. છતાં આપણે સહેલાઈથી અને આપણામાં કરૂણા ઉત્પન્ન થયા પછી આપણી લાગણીને ગૂંગળાવી જીવહત્યા કરવામાં બીજાને સાથ આપતાં રહીશું તે આપણુમાં સાસપણું છે, તેનું આપણે અપમાન કરશું. તેથી મેં શાકાહારી રહેવાનો નિર્ણય કર્યો છે.” –રવીન્દ્રનાથ ટાગોર " માંસાહારથી થતી હાનિઓ :(1) દાંત :- કુદરતે જે પ્રમાણે દાંતની રચના મનુષ્યજાતિમાં કરી છે તે વિગતો જે તપાસીએ તે પણ મોટે દરજજે સાબિત કરી શકાય છે કે, આપણું દાંત તોડફાડીને ખાવાના ખારાક કરતાં સારી રીતે કાપીને ટુકડા કરી, ચાવી ચાવીને ખાવાના ખોરાકને બંધબેસતા થઈ પડે તેવા છે. ખોરાક ખાવામાં આપણે કુદરતને વેગળે મૂકીએ તેિટલે દરજજે સહન કરવું પડે છે. માંસાહારીના દાંત જરા પીળાશ પડતા, પેઢાં ખવાઈ ગયેલાં, દાંત ઢીલા પડી જતા અથવા ટૂંક સમયમાં કૃત્રિમ દાંત પહેરવાની ફરજ પડતા, હે દુર્ગધ મારતા, દાંત સડી જતા વધારે મળી આવે છે. ' દાંત નબળા પડવાથી જે સ્વાદ અને મીઠાશ ખોરાક ખાવામાં આવે તેનાથી માંસાહારી બેનસીબ રહે છે અને મીઠાશ તેમજ પાચકરસ ન મળવાથી બરાબર પાચન થતું નથી. શરીરનું ફૂલવું, ઝાડા થવા, અથવા ઝાડાની કબજિયાત આદિ ઉદરના રોગોના ભંગ થઈ પડે છે. જેમ દાંતને લઈને હેજરી અને પેટનાં દરદ થાય છે તેમજ ગળાનાં દરદ પણ બહુ થાય છે. તેથી જ માંસાહારી પ્રજામાં, જેવી જાતના ગળાનાં તથા કાકડાનાં દરદ જોવામાં આવે છે તેવા વનસ્પતિ આહારીમાં જોવામાં આવતાં નથી. (2) લોહીમાં યુરિક એસિડ :- આપણું શરીરમાં જે ખોરાક લેવાય છે તેને ઘટતી જગ્યાએ ઘટતો ફેરફાર થઈ, છેવટે