________________ માંસાહારી લોકોને પેશાબ (યુરીક એસીડ) તેજાબ જેવો હોય છે. તેથી લોહી અને તેજાબના ક્ષારનું પ્રમાણ જાળવી રાખવા માટે હાડકાંમાંથી ક્ષાર અને તેજબિક મીઠું લોહીમાં ભળે છે. અને તેથી ઊલટું શાકાહારી લોકોને પેશાબ ક્ષારવાળા હોય છે એટલે તેના હાડકાંના ક્ષાર લાહીમાં ન જતાં હાડકાંમાં જ રહી જાય છે. તેથી તે મજબુત રહે છે. માણસનાં હાડકાંને કમજોર કરનાર માંસ તો જરાયા પણ ન લેવું તે હિતકર છે. (8) રસાયણશાસ્ત્રી ડો. વિસંગાટ પોતાના ગ્રંથમાં લખે છે કે માંસમાં દર સો ભાગે 36 ભાગ પૌષ્ટિક અંશ અને 64 ભાગ પાણી હોય છે. જ્યારે અન્નમાં 80 ટકાથી 90 ટકા પૌષ્ટિક તત્ત્વ ઉપરાંત વિદ્યુત અગ્નિનું તત્ત્વ હોય છે. તે તત્ત્વ માણસના જીવન માટે અતિ અગત્યનું છે. તેથી હાડમાં વૃદ્ધિ અને પ્રબળતા થાય છે. આ તત્વ વનસ્પતિમાં જેટલે અંશે છે તેટલે અંશે માંસમાં નથી. | (9) ડો. જજ વિલસન જણાવે છે કે “માંસમાં ઉષ્ણતા અને ઉત્સાહત્પાદક 8 થી 10 અંશ છે, જ્યારે ઘઉં, ચોખા, ચણું વગેરેમાં 60 થી 80 અંશ ઉષ્ણુતાત્પાદક તરે છે.' (10) એડમ મિથના “વેલ્થ ઓફ નેશન્સ” પુસ્તકના ૩૭૦માં પૃષ્ઠ લખ્યું છે કે અનાજ, ઘી, દૂધ અને બીજી વનસ્પતિના શુદ્ધ ખોરાકથી માંસ ખાધા વિના ઘણી જ સરસ રીતે તંદુરસ્તી, પુષ્ટિ અને શારીરિક-માનસિક સ્થિતિ મેળવી શકાય છે. (11) ડબલ્યુ ગિન્સન વોર્ડ F. R. C. S. ધી ટાઈમ્સ પત્રમાં લખે છે કે હું ત્રીસ વર્ષથી દારૂ, માંસ કે મચ્છી ન વાપરતાં માત્ર વનસ્પતિ ને ફળાહાર ઉપર રહી પૂરા અનુભવથી લખું છું કે ચરબીવાળા એક હજાર માણસોમાંથી એક માણસ પણ ફેફસાની બાબતમાં મારી બરાબરી કરી શકશે નહિ. અવયના બળમાં થોડા જ બરાબરી કરી શકશે. આ અનુભવથી હિંમતપૂર્વક કહું છું કે વનસ્પતિના