________________ જૈન દર્શન અને અન્ય દર્શનમાં કહ્યું છે કે - मद्ये मांसे मधुनि च, नवनीते चतुर्थके / उत्पद्यन्ते विलीयन्ते, सुसूक्ष्मा जन्तुराशय: // દારૂ-માંસ-મધ અને માખણ એ ચારેયમાં અતિ સૂક્ષમ છ સમૂહ બદ્ધ ઊપજે છે અને નાશ પામે છે. एकस्यापि हि जीवस्य. हिंसने किमघं भवेत् / जन्तुजातमयं तत् को नवनीतं निषेवते // એક પણ જીવને મારવામાં અત્યંત પાપ છે, તે જંતુઓના સમુદાયથી ભરપૂર આ માખણનું કેણ ડાહ્ય મનુષ્ય ભક્ષણ કરે ? અર્થાત્ દયાળુ માણસ તે ભક્ષણ ન જ કરે. આ માખણને પેકેટ બનાવીને પિશન–બટર વગેરે નામથી વેચવામાં આવે છે. - પશ્ચિમના લોકોના વધારે પડતા સંસર્ગથી આપણું લોકે પણ “બ્રેડ અને બટર એટલે પાઉં–રાટી અને માખણને ઉપયોગ કરવા લાગ્યા છે. છે ધાર્મિક દૃષ્ટિએ. ઉચિત નથી. જ. પાઉં–રેટી બનાવવા માટે આટામાં જે પ્રકારને આથે લાવીને બનાવવામાં આવે છે તે રીતે અભક્ષ્ય છે, અને વળી સાત્વિક્તાની દૃષ્ટિએ પણ રોટલા, રોટલી, ખાખરા, પુરી કે શકરપારા કરતાં ઊતરતી કક્ષાની છે વળી નરમ પાઉં વાસી બનવાથી તેમાં અનેક ત્રસ જંતુઓ ઉત્પન્ન થાય છે. ચલિતરસ બને છે, તેથી પણ અભક્ષ્ય છે.