________________ 13 (29) હજરત ઇસાએ તે પોતાના શિષ્યોને વારંવાર એ કહી રાખ્યું હતું કે Do not kill એટલે કોઈનું પણ ખૂન નહીં કરે. એ જ એમને મૂળ મંત્ર હતા. એમને એ કહેવું હતું અગર કોઈ તમારા ગાલ ઉપર એક તમાચો મારે તો તમો તરત પિતાને બીજે ગાલ એની સામે ધરી દે. એ વાતથી પૂર્ણરૂપે પ્રકાશિત થાય છે કે તેઓ અહિંસાના પૂજારી હતા, અને આ વિશ્વના ભાગ્યથી કદાચ તેઓ આજે જીવતા હોત તો જેટલી ખૂનરેજી આજ એમના શિષ્યો ઈસાઈ ગણુ કરી રહેલ છે તે કદી સ્વપ્નમાં પણ થઈ ન શકત. (30) હઝરત મુહમ્મદ સાહેબ ફરમાવે છે કે :- (1) ગૌ હત્યા કરવાવાળા અગર કસાઈ (2) દારૂ પીવાવાળો (3) માણસ (ગુલામને) વેચવાવાળો (4) ઝાડને કાપવાવાળે. આ ચારેયની સદ્ગતિ ન થાય. પણ મહાહિંસાના પરિણામે તેઓને દુઃખ ભોગવવા પડશે. (31) મહાભારત કહે છે કે:- જે પુરૂષ મઘ પીવે છે, માંસ ખાય છે. રાત્રિએ જમે છે અને કંદનું ભક્ષણ કરે છે, તેની તીર્થયાત્રા અને જપ-તપ નિષ્ફળ થાય છે. (32) દરિદ્રતા, દુર્ભાગ્યપણું, લંગડાપણું, કોઢ, પાંગળાપણું તીવ્ર અશાતા પશુનિમાં જન્મ અને નરકગતિનાં અનેક પ્રકારનાં દુઃખો જીવહિંસાથી મનુષ્યોને પ્રાપ્ત થાય છે. –શ્રી નરવર્મ ચરિત્ર . (33) જેમ આપણે આત્માને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે તેમ સૌ પ્રાણીઓને હેય છે. માટે કોઈના અંનિષ્ટનું ચિંતન ન કરવું અને બીજાની હિંસા ન કરવી. –શ્રી યોગશાસ્ત્ર (34) જેમ મને મારા પ્રાણ હાલા છે, તેમ અન્ય પ્રાણુને પણ પિતાના પ્રાણ તેટલા જ વ્હાલા છે, એમ સમજીને સુજ્ઞ પુરૂષોએ પ્રાણી માત્રને વધ ન કરે. જીવને વધ કરે તે આપણે વધ જ છે તથા ની દયા કરવી તે આપણું જ દયા છે. –સૂક્ત મુક્તાવલી