________________ 137 (8) અકરાંતિયા થઈ જવાય છે;- એવું સાબિત થયું છે કે પૂરતું બળ ટકાવી રાખવાને માંસ મોટા જથ્થામાં લેવું પડે છે. તેથી ધીમે ધીમે અકરાંતિયા થઈ જવાય છે. ' (9) બળની થતી હાનિ - તેથી મોટાં પરાક્રમ થતાં નથી. વળી બળ વધારે વાર ટકી નહીં શકવાથી બળવાળાં જે કામ કરવાનાં હેાય છે તેમાં માંસાહારી પ્રજા હરીફાઈમાં ટકી શકતી નથી. બળવાળાં કામ કે જેમાં બે ઉંચકવાનું કામ છે. રમવા–દેડવાની શરત છે, અથવા ખંતથી લાગ્યા રહેવાનાં જે કામ છે, તે કામોમાં હંમેશા વનસ્પતિ આહારવાળાઓએ જ મોટી ફતેહ મેળવી છે. (10) આયુષ્ય ઘટે છે :- માંસાહારથી અકાળે મરણ થાય છે, જલ્દી ઘડપણ આવે છે, મંદવાડનાં અને લેહીવિકારનાં ચિહ્નો જલદી પ્રગટે છે. માંસને નિષેધ કરતાં સર્વ પ્રજાનાં ધર્મશાસ્ત્રો : માંસાહારની બાબતમાં સ્વાદલપ વ્યક્તિઓએ ધર્મશાસ્ત્રનું ઉલ્લંઘન કરવામાં શરમ સંકેચ રાખે નથી આત્માને સુખી કરનારું પરમતત્ત્વ જીવદયા-અહિંસા-સંયમ -કરૂણા છે. તેનો વિકાસ કરવાનું વિધાન સર્વ ધર્મશાસ્ત્રમાં છે. જે દરેક પ્રજા પિતાના ધર્મશાસ્ત્રનું માન જાળવે તે આપે આ૫ માંસાહાર બંધ થયા વિના રહે નહિ. ધર્મની આજ્ઞાનું ઉલ્લંઘન એટલે ઈશ્વરના કાનૂનનું ઉલ્લંઘન છે. સર્વ જીને સુખી કરનાર અહિંસા છે, જ્યારે દુઃખી કરનાર હિંસા છે. આજે લોકોને પોતાના ધર્મમાં અને ધર્મશાસ્ત્રમાં માંસાહારની લુપતાને લઈ શ્રદ્ધા રહી નથી. પરંતુ