________________ 135 બળને વધારે કરે છે અને ઉરોજક છે. તે જે શરીરમાં અગાઉનું બળ પડેલું છે તે જ ઉપયોગમાં બહાર લાવે છે. આથી કરીને ખરું બળ જે પ્રમાણમાં ખેરાક લઈએ તે પ્રમાણમાં હોય છે, નહીં કે જે પ્રમાણમાં ઉત્તેજક પદાર્થ લઈએ તે પ્રમાણે. જે માણસ બળ માટે ઉરોજક પદાર્થ ઉપર આધાર રાખે છે તે પોતાની ધારણામાં નિષ્ફળ જાય છે તથા મરણ પણ પામે છે. કારણ કે તેથી કરીને તેના ભંડળમાંથી ખોટ પડે છે અને તે પૂર્ણ રીતે પેટ પૂરાતી નહીં હેવાથી શારીરિક સંપત્તિનું દેવાળું નક્કી કાઢવું પડે છે. (4) પ્રકૃતિ તામસી થાય છે - તામસી પ્રકૃતિમાં વધારે થાય છે અને આપણે જાણીએ છીએ કે તામસી પ્રકૃતિવાળા પિતાના સ્વભાવને કાબૂમાં રાખી નથી શકતાં. સ્વભાવને કાબૂમાં રાખી નહીં શકવાથી મરજી વિરુદ્ધ કાંઈ પણ થતાં એકદમ ગુસ્સો પેદા થાય છે. અને ગુસ્સાના પરિણામ કેવાં આવે છે ? અમુક ઠેકાણે અમુક વ્યક્તિએ ગુસ્સામાં ફલાણુના પેટમાં લાત-છરી મારીને મારી નાખ્યો, ફટકે માર્યો ને ખેપરી ફૂટી, આ બધું માંસાહારનું પરિણામ છે. લેન્સેટમાં (Vol. 1. 1869) મિ. લીબગ સિદ્ધ કરવા માંગે છે કે માંસાહારથી માંસાહારી જાતોમાં ઘાતકી અને કજીઆખોર સ્વભાવ પેદા થાય છે અને આ સ્વભાવને લીધે તેઓ શાકાહારીથી જુદા ઓળખાઈ આવે છે. ગીસનના એનેમિકલ મ્યુઝીયમમાં એક રીછ રાખવામાં આવ્યું હતું, જે સ્વભાવે શાંત અને નમ્ર હતું; જ્યાં સુધી તેને ફક્ત રોટીને જ ખોરાક આપવામાં આવતો હતો ત્યાં સુધી, પણ થોડા દિવસના માંસાહારથી તે દુર્ગણ અને ઝનૂની ક્રૂર બની ગયું. (5) દીવાનાપણું વધે છે :- આ દરદ માંસથી થયેલ લેહીના ફેરફારને લઈને મગજ ઉપર થતી અસરને લીધે ઉદ્દભવે છે.