________________ 121 ધમને પ્રભાવ: પાયન દેવ થયા, ને અહીં કે તપસ્યા સાથે ધર્મસાધનામાં લાગી ગયા છે. બાર બાર વર્ષ સુધી દેવે આકાશમાં આંટા માર્યા પણ લોકોના પ્રખર ધર્મ - તેજમાં અંજાય રહી કશું કરી શકે નહિ. છતાં બાર વરસે લોકો સમજ્યા કે હવે તે દેવતા સ્વર્ગના સુબેમાં લીન મન ભરી ગયો હશે, તેથી લોકોએ ત્યાગ-તપસ્યા મૂકી હતી. ત્યાં દેવતા હવે તિવાળા બની ગયા અને આખી દ્વારિકાને ભડકે બાળી. મદિરાના કારણથી પૂર્વના વૈરના સંસ્કારે દેવે કેટલો ભયંકર ઉલ્કાપાત મચાવી દીધો ! આ ઉપરથી બોધ લઈ જીવનભર મદિરાના વ્યસનને તિલાંજલી આપો અને સુખી બનો. 8 : માંસ અભક્ષ્ય માંસ - માંસના મુખ્યત્વે ત્રણ પ્રકારે છે. (1) જલારનું માંસ (2) સ્થલચરનું માંસ અને (ક) ખેચરનું માંસ જલચર એટલે માંછલાં, દેડકાં, કાચબા વગેરે જળમાં રહેનારાં પ્રાણીઓ. સ્થલચર એટલે હરણ, બકરા, ગાય, પાડા, ઘેટાં, સસલાં વગેરે ભૂમિ પર ફરનારાં પ્રાણીઓ. અને ખેચર એટલે કુકડા, કબૂતર, તેતર, ચકલાં વગેરે આકાશમાં ઊડનારાં પક્ષીરા. આ ત્રણે પ્રકારનાં પ્રાણીઓનું માંસભક્ષણ પંચેદ્રિય જીવની હત્યારૂપ મહાપાપ છે. પદ્રિય પ્રાણીઓનો વધ કર્યા સિવાય માંસ નીયાર થતું નથી. વળી તેમાં પળે પળે અનેક સંભૂમિ છે, અનંત નિગોદના જીવો, સૂકમ ત્રસ કીડાઓ ઉપન્ન થાય છે એટલે માંસને સર્વથા અભક્ષ્ય ગણવામાં આવ્યું છે.