________________ 21. દારૂના કારણે દ્વારિકાને નાશ જૈન શાસ્ત્રો બતાવે છે કે શ્રીકૃષ્ણના સમયે 48 ગાઉના વિસ્તારમાં પથરાયેલા દ્વારિકાની ભારે જાહોજલાલી હતી. પરંતુ દ્વિપાયન દેવના પ્રકોપમાં એને પ્રલય થયો. આ પ્રલયની આગાહી બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાને પહેલેથી કરેલી. એનું મૂળ કારણ મદિરા પાન બતાવેલું. એથી યાદ મદિરાને પર્વતની ગુફાઓમાં પધરાવી આવેલા. પરંતુ એકવાર શાંબ વગેરે રાજકુમાર ફરવા નીકળી પડેલાં તે યુવાનીના ઉન્માદમાં ત્યાં પહોંચી એ મદિરા પોઈને ઉન્મત્ત બની એક તાપસ દ્વૈપાયન ઋષિની મશ્કરીએ ચડયા. તાપસે તેમ ન કરવા ઘણું સમજાવ્યા, પરંતુ મદિરામત્ત એ શાના સમજે ? મદિરાપાન ભૂંડું, માનવીને ઉંમત્ત બનાવી વિવેક ભુલાવે, માણસાઈચુકાવે, સદાચારનો છેદ કરે, મદિરામાં મસ્ત બની અનાચારના અખાડા ઊભા કરે, ન કરવાનાં કામ કરી બેસે છે. જામબાપુના દીવાનની કમાલ કુનેહ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના રાજ્ય વખતે એક યુરેપિયન ઓફિસરે આવી એક ભૂતપૂર્વ જામબાપુ જાડેજા રાજાના રાતના દારૂ ઢીંચવાની આદત જોઈ રાતના તાકડે ર. જામબાપુને પ્રલોભન બતાવ્યું કે, રાજ્ય કંપની સરકારને સપી દો તે તમને એ કાબેલ ઓફિસરો રાખી રાજ્ય ચલાવવામાં ખૂબ મદદગાર બનશે અને રાજ્યની જાહોજલાલી વધારી આપશે. દારૂના નશામાં જાડેજાએ એ સ્વીકારી લઈ કબાલા પર સહી કરી આપી. યુરોપિયન કબાલ લઈ રાતોરાત ઊપડી ગયે, સવારે નશો ઊતરી જતાં જામબાપુને પિતાની ભૂલ થયાને ખ્યાલ આવ્યો, દીવાનને વાત કરી.