________________ 122 (8 माराहारका प्रत्यक्ष फल મનુષ્ય માંસાહાર છોડીને માત્ર વનસ્પતિને આહાર શા માટે કરે ? તે અંગે માનનીય મુદ્દાઓ : 1. અન્ન, શાક ફળ-ફૂલરૂપ વનસ્પતિમાંથી શુદ્ધ, પુષ્ટિકારક, સુસ્વાદુ અને ઉપયોગી બરાક મળી શકે છે. તેથી મહાહિંસા દ્વારા જીવનને ભ્રષ્ટ કરનાર માંસને ઉપગ કરવાની જરા પણ આવશ્યકતા નથી. અનાજ ઓછું પાકે છે તેથી માંસાહાર કરવો જોઈએ એ દલીલ વાહિયાત છે. જે શક્તિઓને પ્રાણીઓના શિકાર કરવામાં કે માંછલાં પકડવામાં ખર્ચવામાં આવે છે તેનાથી અનેક રોગો થાય છે, તેના પ્રતિકારની દવાઓ, દવાખાનાઓ ઊભા કરવાં પડે છે. માટે માનવને નીરોગી અને સુખી રાખે તે માટે તે શક્તિ માંસ–મચ્છી પાછળ ન ખરચતાં અન્નની પાછળ ખરચાય તે સર્વને જોઈતું અન્ન મળી શકે, પ્રજા સુખી રહે.