________________ 17 કિાણુ બુદ્ધિમાન ભક્ષણ કરે ? 3. જેઓ માંસનું ભજન કરે છે તેઓ અમૃતરસ છેડીને હલાહલ વિષ ખાય છે. 4. જે માણસ પોતાના શરીરે એક ડાભનું તણખલું વાગવાથી પણ દુભાય છે, તે નિરપરાધી પ્રાણુઓને તીક્ષણ હથિયાર વડે મારતાં કેમ કંપાતો નથી ? 5. નિર્દય માણસમાં ધમ હોય નહિ તેમ માંસ ભક્ષણ કરનારમાં દયા ક્યાંથી હોય ? 6. પાપના ભય વિના માનવભવ સુધી ઊંચે આવવું દુષ્કર છે. જ્યારે માંસ અધઃપતન કરી નીચે દુર્ગતિમાં લઈ જાય છે. પછી ત્યાંથી મનુષ્યભવ મેળવતાં યુગના યુગ નીકળી જાય છે. 7. પરલોકના નરક–નિગદના અનંત દુઃખને માટે બનનારી માંસ–ભજનની પ્રવૃત્તિ કર્યો વિવેકી કરે? 8. પ્રાણવધને ત્યાગી, દયાધર્મનું આચરણ કરનાર જીવ ભવોભવ સુખી થાય છે, જ્યારે માંસાહારી અનેક જન્મ સુધી દુઃખી બને છે. ( 9 માંસભક્ષણના ત્યાગ વિના ઈનિદ્રાનું દમન-દાનાદિ ધર્મ–તપાદિ સર્વ નિષ્ફળ છે. 10. માંસાહારના મહાપાપથી નિરાધાર સ્થિતિ, ઈષ્ટનો વિયોગ, દુઃખ, દરિદ્રતા, દૌર્ભાગ્ય વગેરે અનેક દુઃખે પરાધીનપણે બેઠવાં પડે છે.