________________ 120 દીવાન કહેઃ “આ તમે શું કર્યું? આમાં તે વખત જતાં કંપની સરકાર તમને નાલાયક ઠેરવી પદભ્રષ્ટ કરશે. ખેર ! હવે કબાલે કિંમત વિનાને ઠરાવવા માટે એક રસ્તો છે. કબાલાની તારીખની ચાર દિવસ પહેલાંની તારીખને એક એવો આપની સહીથી ઢંઢેરો રાજ્ય દફતરે નોંધાવે કે રાત્રે મને દારૂ પીવાની આદત છે. તેથી રાતના સમયે મેં કેઈને જે કંઈ વચન આપ્યાં હોય તે ફેક સમજવા.” બસ, તેમ કરવામાં આવ્યું અને પાછળથી કંપની સરકાર દાવો કરવા આવી તો તે રદબાતલ થયો. દીવાનની કુનેહથી બચાવ મળી ગયો એ જુદી વાત, પણ મદિરાપાને પહેલાં તે કે ભયંકર છબરડો વળાવ્યો ? મદિરાપાન આત્માનું ભાન ભુલાવી લૌકિક બાબતમાંય આવો કાતિલ અનર્થ કરે તે પરલોક સંબંધમાં કેટલો ભયંકર અનર્થ ઊભું કરે ? હષિને શ્રાપ : પેલા શબ આદિ રાજકુમારો મદિરામત્ત બનેલા સમજાવ્યા ન સમજ્યા. ઋષિની મશ્કરી કરતા રહ્યા ત્યારે પાયન ઋષિએ કે ધાંધ બની શ્રાપ આપ્યો કે “આ દ્વારિકાના લોકો આવા ઉદ્ધતોને પોષે છે, તે હું આખી દ્વારિકાને નાશ કરીશ.” કુમારો ગભરાઈને ભાગ્યા, શ્રીકૃષ્ણને વાત કરી. એમણે આવી ઋષિને મનાવવા ઘણું કર્યું, પણ એ ન માન્યા ત્યારે નેમિનાથ પ્રભુ પાસે જઈ પૂછયું, “હવે બચાવ શી રીતે થાય ? પ્રભુએ કહ્યું આ પાચન અનશન નિયાણું કરી મરીને દેવતા ધશે, હારિકા બાળવા આવશે, પરંતુ જ્યાં સુધી લોક આયંબિલ વગેરે તપસ્યા કરતા રહી બ્રહ્મચર્ય પાલન, પરમાત્મભક્તિ, જાપ વગેરે કરતા રહેશે ત્યાં સુધી દેવતા એ ધર્મતેજથી અંજાઈ, ડઘાઈ કશું કરી શકશે નહિ.”