________________ 118 દારૂમાં ત્યાં હોય છે. જે પીનારને થોડી પળમાં રામશરણ પહોંચાડે છે. ગુજરાતમાં બનતે લઠ્ઠા પ્રકારને દારૂ બહુ કોંગા પદાર્થોથી બનાવાતો હોય છે. ફ્રેન્ચ પોલિશને સ્પિરિટ સાથે ભેળવી | ઘણીવાર આ મિશ્રણમાં દેડકાં, અળશિયાં અને કીડાઓ નંખાય છે.' વળી વધુ આથો લાવવા અને લટ્ટો જલદ બનાવવા માટે કાટ ખાઈ ગયેલા ખીલા તેમજ નવસાર જેવા પદાર્થ પણ ભેળવાય છે. | દારૂમાં વપરાતા સડેલા ખાદ્ય પદાર્થો જીવાતોથી ઉભરાતા હોય છે. મળમૂત્રવાળી જગ્યામાં દાટવામાં આવે છે. મહારાષ્ટ્રમાં લઠ્ઠા જેવા દારૂને ખોપડી કહે છે. કેરાલા સ્ટેટમાં “મુનશાઈ” ના નામે ઓળખાતા દારૂની બનાવટ એમોનિયમ સલફેટ, ટોર્ચમાં વપરાતાં લીક થઈ ગયેલ પાવર, આમલી, ગટરનાં ગવાતાં પાણી, કારખાનામાંથી ઠલવાતા કચરા જે ગટરોમાં વહે છે તેના પાણમાંથી ઉકાળીને દારૂ બનાવાય છે. નશાબાજે આવી ગંદી વસ્તુનું અભક્ષ્ય પીણું પીતાં કેન્સર, ટી. બી. આંધળાપણું પાગલપણું વગેરે અસાધ્ય દર્દની પીડા પામી રિબાઈને મૃત્યુ પામે છે. ગેરકાયદેસર ભારતમાં 75 કરોડ રૂપિયાને દારૂ પિવાય છે. કેવી અજ્ઞાન અવસ્થા છે. ! પૈસા ખર્ચીને જીવન જોખમાઈ જાય છતાં નશાબાની તલપ મુકાતી નથી. દારૂનાં ઝેરી તત્વોની વિવિધ અસર ઉપરવૈજ્ઞાનિકનાં તારણઃ (1) શરીર ઢીલું પડી જાય છે. (2) લેહમાં આશ્લેતો પેદા થાય છે. (3) આંખની રેટીના-જીવાકોશિકાઓ મૃત્યુ પામતાં દર્દ આંધળો બને છે. (4) માથાનો દુઃખાવો ઉપડે છે. (5) ઉપરાઉપર ઊલટીઓ થાય છે. (6) પેટમાં કારમાં બળતરા થાય છે. (7) શ્વાસ લેવામાં તકલીફ થાય છે. (8) ગભરામણ થાય છે. (9) નસો તણાઈ જનાં મૃત નીપજે છે. આ પ્રત્યક્ષ નુકસાન ને ઊંડે વિચાર કરીને મદિરાને સંપૂર્ણ ત્યાગ હિતક-સુખકર છે એમ “જયહિંદ' ના તબબી લેખક ડો. એલ, જે. રાઠોડ તથા ડે. હેમાબહેન રાડેડ જણાવે છે. (તા. 10-10-76)