________________ 111 છે, તેમ મદિરાનું પાન કરવાથી વિવેક, સંયમ જ્ઞાન, સત્ય શિૌચ, દયા અને ક્ષમા એ સર્વેનો નાશ થાય છે. (10) મદ્ય અનેક દોષ તથા અનેક આપદાઓનું - કારણ છે, માટે ગાતુર મનુષ્ય જેમ અપશ્યનો ત્યાગ કરે છે તેમ આત્મહિતચિંતક મનુષ્ય તેનો ત્યાગ કરવો આ ઘટે છે. મદિરાપાન કરનારની આવકનો માટે ભાગ તેમાં જ ખરચાઈ જાય છે. એથી તે કુટુંબના ભરણપોષણ માટે યોગ્ય ખર્ચ કરી શકતું નથી કે પોતાનાં બાળકોને સારું શિક્ષણ આપી શકતો નથી એટલું જ નહિ પણ પૈસાની તંગી પડતાં પોતાનાં તથા પોતાની સ્ત્રીનાં ઘરેણાં– ગાંઠ વેચે છે અને પઠાણ, કલાલ, કે વ્યાજખોરોનાં નાણું ઉધાર લઈને કાયમને માટે દેવાદાર બની જાય છે. ચિંતાતુર બની દુઃખી દુઃખી થાય છે. અહીં એ સ્પષ્ટ કરવું ઉચિત ગણાશે કે પિરિટ આકેહોલ, ટીંકચર, આસવ, તાડી અને નીરો એ સર્વેમાં એક યા બીજા પ્રકારે મદિરાનું ઉત્પાદક નશાવાળું તત્વ હોવાથી, તે સર્વે પણ મદિરાના જેટલાં જ ખતરનાક છે. * શરાબને દુનિયાના કોઈપણ ધમેં ઈષ્ટ માનેલ નથી. એટલું જ નહિ પણ રાજ્યોએ પણ તેની ભયાનક– તાને પિછાણ તેને દેશવટે દેવાનું ઈષ્ટ માન્યું છે. મુખ્ય વાત એ છે કે મનુષ્ય ઈહલોક અને પરલોકનું