________________ 112 હિત બગાડે તેવા અભય પદાર્થોનાં વ્યસનથી દૂર રહેવું અને શુદ્ધ સાત્વિક પદાર્થો વડે જીવન જીવવું હિતકર છે. સુભાષિતરત્નસંદેહ માં લખ્યું છે કે - પ્રાણીઓનું જેટલું અહિત વિષ, શત્રુ, સર્ષ અને રાજા કરી શકે છે અને જેટલું દુઃખ રાજા આપી શકે છે, તેનાથી વિશેષ અહિત અને દુઃખ ગુણીજનની નિન્દિત મદિર કરે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મ. ના ઉપદેશથી પરમહંતુ મહારાજા કુમારપાળે સાતે મહારાસને પિતાના રાજ્યમાંથી દેશવટો દીધું હતું, તેમાં દારૂબંધીને પણ સમાવેશ થતું હતું, જેથી પ્રજા સુખી-સ્વસ્થ અને આનંદી હતી. જ્યારે આજે જ્યાં જ્યાં છૂટછાટ છે ત્યાં ત્યાં ગુનાઓનું પ્રમાણ, અકસ્માતે, મેત, બળાત્કાર વચ્ચે જાય છે. મદિરાનો ત્યાગ શા માટે ? 1. મદિર બનાવતી વેળાએ અસંખ્ય ત્રસ જીને નાશ થાય છે. 2. પીધા પછી આત્માનું ભાન ભુલાવી દે છે. 3. ડાહ્ય માણસ પણ ખાનગી વાત કહી દે છે. 4. શરીરની કાંતિ અને લાવણ્યને હાનિ પહોંચાડે છે. 5. બુદ્ધિને બગાડ થાય છે. 6. શરીરમાં દાહ જન્માવે છે. 7. મગજનો કાબૂ ગુમાવે છે. 8. અનાચારી બનાવે છે. | દારૂ એક પ્રવાહી પીણું છે, જે મહા ભયંકર દોષ– વાળું છે કેમકે તે નશાયુક્ત છે. પીનારા માને છે કે પાચક છે. શરીરપષકને બદલે શરીરશોષક છે. મનને બાધક અને આત્મઘાતક પ્રવાહી છે, માટે તેનાથી દૂર રહે.