________________ 115 તેની આંખે આંસુથી છલકાઈ જાય છે. આ પછી એકાદ બે મિનિટમાં તે પાછે ખડખડાટ હસવા લાગે છે. હવે તે શરમ વિનાને થઈ જાય છે. પોતે કુટુંબની જે બેહાલી સજે છે તે વિષે તેને જરા પણ વિચાર આવતો નથી.. , (9) જે તેનામાં સંસકાર હોય, ભણતર હોય તો તે દબાઈ જાય છે. હવે પોતે પહેલાંને ગૃહસ્થ રહેતા નથી. પુસ્તકની સસ્તી એડીશન જેવી પીનારની કિંમત વિનાની દશા થઈ જાય છે. તે નબળો અને ચીડિયો થઈ જાય છે. તેના વચનમાં વિશ્વાસ રાખી શકાતા નથી. સમાજના મૂલ્યો તેને અડકતાં નથી. તે ઘણી વખત નહીં પીવાની પ્રતિજ્ઞાઓ કરે છે, વચન આપે છે, પરંતુ કલાકમાં હતો તેવો પાછો વ્યસની બની જાય છે.. (10) હવે તેની કોઈ દરકાર કરે, તેનું ધ્યાન રાખે તે તેને પસંદ હેતું નથી. પરિણામે તે કુટુંબના સભ્યોથી અને મિત્રેથી દુર રહેવાનું વધારે પસંદ કરે છે. હજીરિયા અને મસ્કા લગાવનારાઓને સહવાસ તે હવે વધારે પસંદ કરે છે. | દારૂની માઠી અસરો NO VACANCY // ora 17 पेट मरविचारिय SEL 2911 (11) વધારે પીવાથી તે દિવસના પણ એકાંતમાં પડ્યો રહે છે. કામે જવાનું તેને પસંદ નથી. કામે જાય છે, તો પણ તે કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. એટલે નોકરી છુટી જાય છે અગર તેને ધંધામાં ઓટ આવે છે અને તે આર્થિક મુશ્કેલીમાં મુકાય છે, પીવા માટે પૈસા ઉછીના લેવા લાગે છે. વાત ચારે તરફ ફેશાતાં તેને ધઈ એક પૈસાનું ધિરાણ કરતું નથી, તેથી મુસીબતમાં મુકાય છે.