________________ 110 (2) મદિરાપાનથી પરાધીન થયેલ ચિત્તવાળા પાપી મનુષ્યો પિતાની માતાની સાથે સ્ત્રીની માફક વર્તન કરે અને સ્ત્રીની સાથે માતાની માફક વર્તન કરે છે. (3) મદિરાથી ચલિત ચિત્તવાળાઓ પોતાને અને પરને જાણી શકતા નથી, તેથી નકર હોવા છતાં પોતાને સ્વામી ગણે છે અને સ્વામીની સાથે કિંકર જેવો વર્તાવ કરે છે. (4) મડદાંની માફક મેદાનમાં પડેલા અને ઉઘાડા મુખવાળા મદિરા પીનાર મનુષ્યના મુખમાં છિદ્રની શંકાથી કૂતરાઓ મૂતરે છે. (5) મદ્યપાનના રસમાં મગ્ન થયેલા બજારમાં પણ નગ્ન પણે સૂવે છે અને પોતાના ગુઢ અભિપ્રાયોને-છાની (6) સુંદર ચિત્ર પર કાજળ ઢાળવાથી જેમ તેની સુંદરતા નાશ પામે છે, તેમ મદ્યપાન કરવાથી કાંતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમી નાશ પામે છે. (7) મદ્યપાન કરનારો ભૂતથી પિડાયેલાની જેમ નાચે છે, શાકવાળાની જેમ રડયા કરે છે અને દાહજવરથી પીડાયેલાની જેમ જમીન પર આળોટવા કરે છે. (8) મદ્યપાન શરીરને શિથિલ કરી નાખે છે, ઈન્દ્રિયોને નિર્બળ બનાવી દે છે અને અત્યંત મૂચ્છ પમાડે છે. (9) જેમ અગ્નિના કણથી ઘાસનો સમૂહ નાશ પામે