________________ 108 જ અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સાત ગામે અગ્નિથી ભસ્મસાત્ કરતાં જે પાપ લાગે છે તેટલું પાપ મધને એક બિંદુના ભક્ષણથી લાગે છે. છે. કેટલાક મનુષ્ય મધને ત્યાગ કરે છે. પણ ઔષધ નિમિત્તે તેનું ભક્ષણ કરે છે, પરંતુ આ રીતે ભક્ષણ કરાયેલું મધ હિંસાથી બનેલું હોઈ કર્મબંધમાં નરકાદિનું કારણ બને છે. અશાતા વેદનીય કર્મ બંધાય છે. ક અહા ! કેટલાક અજ્ઞાની છે એમ કહે છે કે મધમાં તે મીઠાશ ઘણું છે, એટલે તે ખાવું જોઈએ પણ જેને સ્વાદ કરતાં નરકની વેદના ચિરકાળ ભેગવવી પડે, તેને મીઠું કેમ કહેવાય ? તાત્પર્ય કે તેની ક્ષણિક મીઠાશથી લોભાઈ ન જતાં તેનાથી આવનારા વિકારક, ભયંકર અશુભ પરિણામોનો વિચાર કરીને તેને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. આ મધના ત્યાગીને ઔષધના અનુપાનમાં મધની જગ્યાએ પાકી ચાસણી, મુરબ્બાને રસ, ઘી-સાકરથી દવા લઈ શકાય છે અને અભક્ષ્ય મધના દોષથી બચી નિર્દોષ અનુ પાનથી કાર્ય સરે છે, માટે મધને ત્યાગ દુષ્કર નથી. 7 મદિરા અભક્ષ્ય મદિરા એટલે મઘ, સુરા, કાંદબરી, હીસ્કી, દારૂ, શરાબ, દ્રાક્ષાસવ, વાઈન, લઠ્ઠો, બીઅર કે વોટ છે. તેમાં પણ તે તે પ્રકારના સૂક્ષ્મ રસજ ત્રસ જીવે નિરંતર ઉત્પન્ન થાય છે ને મરે છે, તથા તેનું સેવન કરવાથી